પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
ગુલાબસિંહ.

ધારા એક વાર વહેવા લાગી તો તે ઉપર ન જણાતાં છતાં એ નિર્મૂલ થવાની નહિ. મા જરાક વિચાર કરીને એવા વિતર્કોને બુદ્ધિપૂર્વક વિવેચવા બેસે કે બધા વિખેરાઈ જાય, પણ પાછા દ્વિગુણિત થઈ બુદ્ધિને કલુષિત કરી નાખે. એને સ્મરણ થઈ આવ્યું કે મેં લાલાને કહ્યું હતું જે બાલપણામાં પણ મારા જીવિતનો અંત કોઈ અલૌકિક રીતિએ આવનાર છે એવાં ચિન્હ મને સમજાતાં હતાં. દિલ્હીમાં મુનાને કિનારે એક વાર આ પ્રમાણે લાલાજીને કહ્યું હતું તે વખતે એણે પણ એમ કહ્યું હતું કે મને એ એવા જ વિચાર આવે છે, ને આપણા બન્નેનું ભાવિ એક રીતે સરખુ જ હોય એમ સુજે છે. આ વાત પણ માને અત્યારે તાજી થઈ આવી. સર્વ કરતાં વધારે તીવ્ર રીતે તો અત્યારે એ વાત માની સ્મૃતિમાં જાગી ઉઠી કે અમે બન્નેએ તે સમયે એમજ નિશ્ચય કર્યો હતો કે ગુલાબસિંહને જોતાં જ આપણા મનમાં એમ પ્રતીતિ થઈ આવે છે કે આપણા ભાવિ વિષે જે ગૂઢ સુચન થયાં કરે છે તેનો સંબંધ આ પુરુષની સાથેજ છે.

એક પ્રકારના જાદુથીજ આ બધા વિચારો જાણે સૂઈ રહેલા હોય, ને તે જાદુ લાલાજીને મળવાથી દૂર થયો હોય, તેમ એ બધા તર્ક વિતર્ક માના મનમાં હતા તેવાને તેવા જાગી ઉઠયા. લાલાજીને જે ભય લાગ્યું હતું તેની છાયા પણ પોતાના હૃદયમાં પણ પડવા લાગી, ને એવી તાદૃશ થતી ચાલી કે પ્રેમ અને બુદ્ધિ તેની સામે થઈ શક્યાં નહિ; છતાં પણ જ્યારે જ્યારે બાલકના સામું જોતી ત્યારે તે પોતાની સ્થિર અને અનિમિષ દૃષ્ટિ મારી સામે માંડી રહ્યો છે, અને યદ્યપિ શબ્દ સંભળાતો નથી તથાપિ મને કાંઈક કહેવા માટે એના હોઠ ફફડે છે એવું માને લાગતું. બાલક નિદ્રા પણ લેતો ન હતો. જ્યારે જ્યારે મા એના મુખ ઉપર નજર કરે છે તો ત્યારે ત્યારે તેની તેજ બધી તપાસ રાખતી ઉઘાડી આંખો દેખે; એ દૃષ્ટિની સહૃદયતામાં કાંઈક મર્મવેધક દુઃખનો, ઠપકાનો, અરે ! આવોજ પ્રેમનો બલ હોય એવા અર્થનો ભાવ સમજે. એ દૃષ્ટિથી પોતે ટાઢી બોળ થઈ જાય. વળી વિચારજાલમાં ગુચવાવા માંડે. આ પ્રકારે પોતાના નિરંતરના નિશ્ચયોનો પરિવર્તન થઈ ગયેલો જોઈને પોતે તે ખમી શકી નહિ, સહન કરી શકી નહિ, અને એમાંથી છૂટવાનો ઉપાય શોધવા લાગી. સ્વાભાવિક વહેમી પ્રકૃતિ, અને લોકોની વહેમ ભરેલી સ્થિતિના સંસ્કાર, તે થકી સહજમાં સહજ ઉપાય એ સુજ્યો કે કોઈ ભુવાને બોલાવું, કોઈ માંત્રિકને બેલાવું, કોઈ જોશીને બોલાવું, મારા પ્રિયતમ વિષેનો નિર્ણય કરી લેઉં. પ્રેમના સ્વાર્પણમાં પણ બાલકને સાચવવાના સ્વાર્થનો