પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૩
રક્તબીજનો સંહાર.

પડતું હતું. તેની દૃષ્ટિ જેમ જેમ ખુલતી જાય તેમ તેમ બાહ્ય અને આંતર સત્યોનો, વિશ્વદર્પણમાં જણાતો હોય તેમ, તેને અનુભવ જણાતો હતો. જ્યાં સુધી મનુષ્યસ્વભાવગત તે દિવ્યશક્તિ જેને તમે કલ્પના અથવા પ્રતિભા કહો છો તેમાં એક પણ ભેદવાસનાનો ઉદય થાય, જ્યાં સુધી જે સર્વદર્શી તત્ત્વને તમે બુદ્ધિ કે આત્મા કહો છો તેમાં એક પણ વિષયવાસના ઉપડે, ત્યાં સુધી છેવટના રહસ્યની દીક્ષા કઈ પણ અધિકારીને આપવામાં આવતી નહિ. અને એટલું છતાં પણ જે રહસ્યનું રહસ્ય છે ત્યાં સુધી કોણ પહોંચતા ! मनुश्याणां सहत्रेषु कश्चिद्यतति सिद्धये। यत्ततामपि सिद्धानां कश्चिम्माં वेति तत्वत:॥

આટલું કહીને ગુલાબસિંહ અટક્યો અને એના દિવ્ય કાન્તિવાળા વદન ઉપર કાંઈક શોકમિશ્ર વિચારની છાયા આવી ને જતી રહી.

“ત્યારે તારા અને ત્સ્યેન્દ્રના વિના બીજા પણ કોઈ છે કે જે તમારા બેના જેટલા જ્ઞાન, અનુભવ, અને સામર્થ્યનો દાવો કરી શકે છે?”

“અમારા પૂર્વે ઘણાએ થઈ ગયા, વ્યાસ, સિષ્ઠ, વાલ્મીકિ, કે કૃષ્ણ, શંકર, બુદ્ધ, ક્રાઈસ્ટ, હંમદ, અનેક થઈ ગયા, પણ હાલ તો અમે બેજ એકલા છીએ.”

“ઠગારા ! તું જ તારી મેળે તારા બોલવાને ખોટું પાડે છે, જો તમારા હાથમાં અમર થવાની, મોતની પાર જવાની, કૂંચી આવી હોય, તો તે બધા હજી કેમ જીવતા નથી ?”

"અરે એક દિવસના જતુ ! મેં તને કહ્યું છેજ કે અમારા જ્ઞાનમાર્ગમાં અમે એટલી ભુલ કરી છે કે જ્યાં ચિદ્રૂપ આત્માને આ આધ્યામિક અજ્ઞાનમય દેહ વળગેલો છે ત્યાં સુધી અંતઃકરણના ધર્મરૂપ ઈચ્છા, અભિલાષા, ઉર્મિ ઈત્યાદિ જન્ય રાગદ્વેષની વારસનાથી અત્યંત નિર્મુક્ત થવું અશક્ય છે, એ વાત અમે સ્મરણમાં રાખી નહિ. એમ તું માને છે કે માનુષસંસર્ગમાત્ર ત્યજવા, સ્નેહસુખમાત્ર ભુલી જવું, પ્રેમાનંદનું આકર્ષણ નિર્મૂલ કરવું, અથવા દિનપ્રતિદિન, સ્નેપ્રેમાદિનાં સ્થાનોને વૃક્ષની કળીઓ ખરી પડે તેમ આપણા હૃદયમાંથી ખરી પડતાં જોવાં, એમાં કશો ક્લેષ નહિ હોય? આશ્ચર્ય એમ પામ કે અમે એ હજી આવો ભાવ રાખી ભક્તિથી જગત્‌ને વળગી રહ્યા છીએ, અને જગત્ ઉપર દુર્લક્ષ કરી એકાન્તમાં પડી રહેતા નથી. મારે સ્વીકાર કરવો જોઈએ કે પૃથ્વીની રચનામાં હજી મને આનંદ આવે છે, વ્યવહારની પ્રાપંચિક