પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૫
રક્તબીજનો સંહાર.

બ્રહ્મ રાક્ષસ નથી; તારો દુશ્મન નથી. તારી પ્રકૃતિથી જે સાધ્ય નથી તે હું તને આપવા અસમર્થ છું, ત્યાગની પરાકાષ્ઠાએ પહોંચેલ ત્સ્યેન્દ્ર તને જે ન આપી શક્યો તે હું કહેવાને પણ સમર્થ નથી. પ્રકૃતિ એજ મુખ્ય છે, તારી પ્રકૃતિ તને જે આપી શકશે તેજ તું ભોગવી શકશે, ગુરુ, આચાર્ય, ઉપદેશક, તે તારી પ્રકૃતિને શું કરશે ? તે બધા તને માર્ગ બતાવશે. જેની તું ઈચ્છા કરે છે તે માર્ગ તે તારા પુરુષ પ્રયત્નને જ આધીન છે અથવા હતો, પણ જેનાથી તું મુક્ત થવા આશા રાખે છે તેનો માર્ગ બતાવવો હજી મારા હાથમાં છે, તને હું આ વિશ્વના ઉપભોગમાં રસ ઉપજાવી આપું, તારા અંતરાત્માની સાથે તને જે વિરોધ પડ્યો છે તે મટાડી આપું.”

“તું વચનથી બંધાય છે ?”

“જે મારાં વ્હાલાં છે તેમના સમ ખાઈને પ્રતિજ્ઞા કરું છું.”

લાલાજી એના મુખ સામું જોઈ શ્રદ્ધા ધરવા લાગ્યો, જે સ્થાનમાં એણે ક્યારનાંએ શોક, ભય, ત્રાસ અને વિટંબનાને દાખલ કર્યા હતાં તેનું ઠામ ઠેકાણું ધીમેથી કહી દીધું.

“તારું કલ્યાણ થાઓ” ગુલાબસિંહે આવેશમાં આવી કહ્યું “ અને અવશ્ય તારૂં કલ્યાણ થશે. શું એટલું પણ તું સમજી શક્યો નથી કે જે આંતરસૃષ્ટિ, ભવ્ય સામર્થ્ય અને અભેદાનંદની સૃષ્ટિ છે, તેના દ્વાર આગળ ભય, શંકા, ત્રાસ અને નિરાશા ઉપજાવનાર અનેક સત્ત્વો બેઠેલાં જ રહે છે ? વ્યાવહારિક જીવનની મર્યાદામાંથી નીકળી લોક અને રૂઢિની પાર જવા ઈચ્છનારને અવર્ણ્ય અને અમિત ભયનો વિપ્લવ ડુબાવી દેવા તત્પર થાય છે તેની પણ તને ખબર નથી ? તું જ્યાં જોશે ત્યાં, માણસો શ્રમ કરી કોઈ ઉત્તમતાનો અભિલાષ કરે છે તેવાં સ્થાનમાત્રમાં,—જ્ઞાનીની એકાત ધ્યાનભૂમિમાં, રાજકીય પુરુષની મંત્રસભામાં, યોધાના સૈન્યનિવાસમાં,—સર્વત્ર એ બિભીષિકા ભરાઈજ રહે છે. જ્ઞાનશક્તિરૂપ ચંડી જેનો સંહાર કરવા ઈચ્છે છે તે રક્તબીજ વાસના વાસનામાંથી અનંત ગુણ થતો જાય છે, અને નિર્ભયતા, નિઃશંકતા એજ જે જ્ઞાનમાર્ગનું રહસ્ય છે તેવા સાહસથી સાધકને વિમુખ કરી અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ બનાવી દુઃખી કરે છે. પણ સૂક્ષ્મમાં આવું થાય છે તો સ્થૂલસિદ્ધિની ઇચ્છાથી જે પ્રદેશમાં તે પ્રવેશ કરવાની ઇચ્છા કરી ત્યાં એ ભય પ્રત્યક્ષરૂપે દર્શન દે એમાં નવાઈ નથી, અને જ્યાં સુધી તે દેવરૂપ થઈ અખડૈકરસ અભેદમાં અભેદ થાય કે બાલકવત્ થઈ પુન: વ્યવહારમાં લીન