પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
અંબર.

પ્રકરણ ૬ ઠું.

અંબર.

ચોહાણોના સમયમાં આર્યાવર્તમાં ધર્મની શ્રદ્ધા અને વિદ્યાની ચર્ચા તથા વિદ્વત્તાનું માન સારી રીતે ઠામે ઠામ દીઠામાં આવતું હતું, રાસ, કાવ્ય, વાદવિવાદ, ઈત્યાદિ ચર્ચાઓ પ્રસંગે પ્રસંગે થતી, અને નાના કે મહોટા દરેક રજવાડામાં કવિ, પંડિત, આદિની ઉચ્ચ પંક્તિ ગણવામાં આવતી. પરંતુ જે શાન્તિના સમયમાં વિદ્યા કલા ઉત્તેજિત થાય છે તેજ શાન્તિ ઘણીવાર મોજશોખ, એશઆરામ, આલસ્ય અને નિરુત્સાહને પણ પોષણ કરનારી નીવડે છે. શાસ્ત્ર ધારણ કરવાના ભવ્ય અને ઉદાર વ્યાપારમાંથી પરવારેલા રજપૂતો પરસ્પરના વૈભવોની તુલના કરી એક એકનો દ્વેષ કરતા થયા હતા અને દીલ્હીની ગાદી પૃથુરાયને ભળવાથી કનોજના જયચંદ પ્રભૃતિ તેની ઈર્ષ્યા કરવા લાગ્યા હતા. અંતઃકલહનાં ચિન્હો અને એશઆરામનો વધારો એથી આર્યાવર્ત બહુ સબલ હોવાને સ્થાને નિર્બલ થવા લાગ્યો હતો.

ગયા પ્રકરણમાં જે વર્ણન કર્યું પછી ઘણે દિવસે અંબર નગરમાં કોઈ એક ઘણા કુલીન અને શોખીન ગૃહસ્થને ઘેર ગામના મુખ્ય વિદ્વાનો અને ચતુર લોકો ભેગા મળ્યા હતા. એ સમયે પશ્ચિમ દિશામાંથી મુસલમાનોનાં ટોળે ટોળાં વારંવાર આર્યાવર્ત ઉપર વરૂની માફક તૂટી પડતાં, અને પાયમાલ થતા ભારતવાસીઓ વારંવાર માર ખાઈ બેશી રહેતા. અંબરના રજપૂત રાજાઓ ખરા વીર્યવાન્ ને ટેક વાળા હતા; તેમનામાં કાલે કરી કેટલાએક એવા નિપુણ નર પણ થયા હતા કે જે કેવલ રાજનીતિ ઉપરજ લક્ષ રાખી જાત જાતના રાજકીય તર્ક વિતર્કમાં મશગુલ રહેતા. અંબરની રાજગાદી ઉપરથી પૃથુરાજ દિલ્હી જવાથી અમીરોને આવા વિચારો માટે અવકાશ મળતો. આજ એમ વિચાર કરે કે રાજાને બદલે પંચાયતથી કામ કરીએ તો રાજ્ય ઠીક ચાલે; તો વળી કાલ એવા તર્ક કરે કે લોક સ્વચ્છંદે ચાલે તો વધારે સુખી થાય. આ તર્ક વિતર્ક જેમ ફ્રાન્સ દેશમાં આખરે રાજા એ નામનો પણ નાશ કરવા વાળા થઈ પડ્યા તેમ અંબરમાં થયું નહિ; કારણકે પંડિતોની મંડલીમાં વાક્‌ચર્ચા કરવા કરતાં તે વિચારો વધારે