પૃષ્ઠ:Gulabsinh.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ગુલાબસિંહ.

હાલ તો સંતોષ ધર, એક પાઈના તેલનું અજવાળું ગૃહકર્મ માટે તો લાખો ગ્રહઉડ્ડગણના તેજ કરતાં વધારે ઉપયોગનું છે.

દિવસના દિવસ ચાલી ગયા પણ પેલો પરદેશી પાછો આવ્યો નહિ ! મહીનાને મહીના વીતી ગયા પણ એણે કહેલી વિપત્તિ જણાઈ નહિ ! એક દિવસ સાંજે સરદારની તબીયત બગડી આવી. એણે જે જય મેળવ્યો હતો તેને લીધે ઘણા વખતથી અનાદરના અંધકારમાં ગુમ થઈ રહેલા આ ગવૈયાને પોતાની સરંગીને અનુકૂલ પડે તેવા નાના તાન ટપ્પા બનાવવાનું ઘણું કામ આવી પડતું હતું. કેટલોક વખત થયાં એ દિવસ અને રાત એક કાવ્ય રચવામાં પડ્યો હતો, ને તે રચનામાં પોતાની આજ સુધીની સર્વ રચના કરતાં વિશેષ ખુબી લાવવા માટે બહુ શ્રમ કરતો હતો. આ બનાવટ એવી હતી કે કેવલ ખુબી લાવવા માટે બહુ શ્રમ કરતો હતો. આ બનાવટ એવી હતી કે કેવલ ગીતના સ્વરની રચનાથી, ધ્વનિમાત્રની મર્યાદાથી, આખી વસ્તુનો ભાવ ઉપજાવવાનો હતો. કોઇ રાજા મોજ મઝામાં આનંદ ઉડાવે છે, તેવામાં જ સરંગીમાંથી અતિશય ભય તથા ત્રાસનો સ્વર ઉઠે છે; રાજા પોતાના મદનપીડિત પુત્રને કોઈ દેવીઓનો ભોગ થયો સમજે છે, ભય, ત્રાસ, ક્રોધ અને ઉત્સવના આવેશ એક પછી એક સપાટા સાથે સારંગીના તારમાંથી છૂટે છે ને પુત્રશોકાતુર પિતા પેલી દિવ્ય રાક્ષસીઓ તરફ દોડે છે. અહો ! એકદમજ ભયનું રૂપ બદલાઈ શાથી ગયું ? આ ધીમું, કારુણિક, મધુર ગાન ક્યાંથી ! વિલક્ષણ ચમત્કાર ! પેલી દિવ્ય અંગના કોયલરૂપે પરિવર્ત પામી (બદલાઈ) વસંતબાંધવ સહકાર વૃક્ષની ડાળે ચઢી પંચમરવર આલાપતી માદક, રસિક, મૃદુ ગાનથી સર્વને વશ કરી રહી છે ! આવો દુર્ઘટ પ્રયાસ કરવામાં હાલના વિજયથી અને આગળના ઉમંગથી આપણા સરદારનું શરીર નબળું પડી ગયું; ને રાત્રીએ એ માંદો થઇ ગયો. સવારમાં વૈદ્યે એનો તાવ ઘણો ખરાબ તથા ચેપી છે એમ જણાવ્યું. એની પ્રેમબદ્ધ સ્ત્રી તથા આનંદમૂર્તિ રમા બે એની પાસે રહેવા લાગ્યાં, પણ આખરે રમા એકલીનેજ એની પાસે રહેવાનો વખત આવ્યો ! રમાની માને તાવ લાગુ થયો અને થોડીજ મુદતમાં તેની તબીયત પોતાના પતિની તબીયત કરતાં વિશેષ બગડી આવી. દીલ્હી શહેરના ચાકરો ચેપી તથા વળગે તેવા રોગના ભયથી ઘણા સ્વાર્થી થયેલા એટલે ઘરમાં હતી તે દાસી પણ માંદી થવાનો ઢોંગ કરી દૂર રહી. પ્રેમ અને શોકને લીધે જે શ્રમ ઉઠાવવાનો તે હવે રમાનેજ