પૃષ્ઠ:Halarada.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

- એવા લોક-વાત્સલ્યના ઉમદા ઉચ્ચારણમાંથી શિષ્ટ કવિઓને નવી પ્રેરણા મળી ગઈ હોત. યુરોપમાં નવયુગી કવિતાને વંધ્યત્વ નથી પાલવ્યું. સંતતિ-નિયમનના પ્રથમ સૂરો કાઢનાર એ પ્રદેશમાં, સભામાં જવા માટે જ્યાં બાળકો આયાને હવાલે સોંપાય છે તે ભૂમિમાં, કેવી મીઠી હલકે બાલપ્રેમની ગાથાઓ ગવાઈ ! આપણાં જ હાલરડાં જેવું એનું એક લોક-હાલરડું લઈએ :

My little sweet darling, my comfort and joy,
sing lullaby, lulla.
In beauty surpassing the prince of Troy
sing lullaby lulla.

એ લોક-સૂરોનો એની નરી સાદાઈને કારણે વિનાશ નથી થયો. એમાં જ કલમ બોળીને કવિએ નવયુગના ઉદ્‌ગારો ગાયા કે –

So fair, so dear, so warm upon my bosom
And in my hands the little rosy feet.
Sleep on, my little bird, my lamb, my blossom!
Sleep on, sleep on, my sweet.

[શાં રૂપાળાં, શાં ખારાં, શાં હૂંફાળાં એ અંગો મારી છાતી પર પડ્યાં છે ! ને મારા હાથમાં એના કેવા ગુલાબી નાનાં ચરણો રમે છે ! ઓ મારા પંખીડા ! મારા મેંઢા ! મારા હૈયા પર સૂતું રહે. સૂતું રહે,ઓ મધુર ! સૂતું રહે.]

Dear Lord, 'tis wonderful beyond all wonder,
This tender miracle vouchsafed to me,
One with myself, yet just so far asunder,
That I myself may see.

[ઓ પ્યારા પ્રભુ ! આ તો એક ચમત્કાર છે. તાજુબી છે. મારી સાથે એકમેક, ને છતાંયે અલાયદું પાડ્યું છે કે જેથી હું મારા જ એ સ્વરૂપને જોઈ શકું.]

Mine, Lord, all mine thy gift and
loving token.
તમે મારા દેવના દીધેલ છો.

કેવું હૂબહૂ મળે છે અને તે પછી –

તમે મારું ફૂલ વસાણું છો.

એની સાથે –

Only a tender flower sent us to rear.

એ પણ બરાબર મળે છે. ગુજરાતની અનામી, ઘેલી ગ્રામ્ય માતા, ને ઈંગ્લેન્ડની સુશિક્ષિત કવિમાતા મેથીઆઝ બાર ! બન્નેની વાણી એક છે. એક છે, કેમ કે એ વાણી વાત્સલ્યની છે.

બાળારાજાનું રાજપાટ

બાળારાજા ! બાળારાજા ! એ બાળક માટેનું આપણું બહુ પરિચિત સંબોધન છે. પરંતુ

222
લોકગીત સંચય