પૃષ્ઠ:Halarada.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હાલો વા'લો રે.

હાલો રે વા'લો રે કાન કરસન કાળો
હરિને હીંચકો વા'લો !

શામળી સૂરત શામળો વાલો હાં-હાં-હાં
 રંગમાં રૂપાળો,
માતા જશોદા એમ જ કે' મારો
મોરલી ધજાળો !

ભાઈ ભાઈ, મોરલી ધજાળો!
હાં...હાં મોરલી ધજાળો!
ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય
- હાલો રે વા'લો રે૦

હતું ઈ તો છતું કીધું હાં-હાં-હાં
કાનજી, તારું કામ;

વારિ ને વરમાંડ ડોલ્યાં,
મેવાડો મસ્તાન !

ભાઈ ભાઈ, મેવાડો મસ્તાન!
હાં હાં મેવાડો મસ્તાન!
ઓળોળોળો હાલ્ય હાલ્ડા હાલ્ય!
- હાલો રે વા'લો રે૦

પરથમ તો ધોબીડાં લૂટ્યાં હાં-હાં-હાં
જોયું મથુરા ગામ
મામા કંસને મારતાં કાંઈ
વરત્યો જેજેકાર !
ભાઈ ભાઈ, વરત્યો જેજેકાર !
હાં...હાં વરત્યો જેકાર!

ઓળોળોળો હાલ્ય હાલૂડા હાલ્ય!
- હાલો રે વા'લો રે૦

પાતાળે જઈને કાના હાં-હાં-હાં
નાથ્યો કાળીનાગ,
પોયણ કરે પાંદડે કાંઈ
પોઢ્યા દીનોનાથ!

હાલરડાં
247