પૃષ્ઠ:Hind Swaraj.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

वाचकः

ભાગલાનાં પરિણામો તમે શું જોયાં?

अधिपतिः

આજ લગી આપણે ધારતા આવ્યા છીએ કે બાદશાહની પાસે અરજી કરવી ને અરજી કરતાં દાદ ન મળે તો સહન કરવું; જોકે અરજી તો કર્યા જ કરવી. ભાગલા પડ્યા પછી લોકોએ જોયું કે અરજીની પાછળ બળ જોઈએ, લોકોમાં સહનશક્તિ જોઈએ. આ નવો જુસ્સો તે ભાગલાનું મુખ્ય પરિણામ ગણાય. તે જુસ્સો છાપાનાં લખાણોમાં જોવામાં આવ્યો. લખાણો કડક થવા લાગ્યાં. જે વાત લોકો બીકમાં કે છાની કરતા, તે જાહેરમાં થવા-લખાવા લાગી. સ્વદેશી હિલચાલ ચાલી. અંગ્રેજને જોઈ નાનામોટા નાસતા તે હવે બીતા બંધ થયા; મારામારીથી પણ ન ડર્યા; જેલ જવું તેમાં હરકત ન ગણી; અને હિંદનાં પુત્રરત્ન હાલ દેશનિકાલ થઇ વિરાજે છે. આવી સામગ્રી

૧૮