પૃષ્ઠ:Hind Swaraj.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

તે અરજીનાં કરતાં જુદી જાતની છે. આમ લોકોમાં કોલાહલ થઇ રહ્યો છે. બંગાળાનો પવન ઉત્તરમાં પંજાબ લગી અને મદ્રાસ ઇલાકામાં કન્યાકુમારી ભૂશિર સુધી પહોંચી વળ્યો છે.


वाचकः

આ સિવાય બીજું કંઇ જાણવા જેવું પરિણામ તમને સૂઝે છે?

अधिपतिः

બંગાળાના ભાગલાથી અંગ્રેજી વહાણમાં ભાગલો પડ્યો છે, તેમ આપણામાં પણ ભાગલો પડ્યો છે. મોટા બનાવોનાં પરિણામ એમ મોટાં જ આવે છે. આપણા આગવાનોનાં બે તડાં થયાં છે. એક મૉડરેટ અને બીજા એક્સ્ટ્રીમિસ્ટ. તેમને આપણે 'ધીમા' અને 'ઉતાવળા' એમ કહી શકીએ છીએ. કોઇ મૉડરેટને બીકણ પક્ષ અને એક્સ્ટ્રીમિસ્ટને હિંમતવાન પક્ષ, એમ પણ કહે છે. સહુ પોતપોતાના વિચાર પ્રમાણે

૧૯