પૃષ્ઠ:Hind Swaraj.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

તો બે શબ્દનો અર્થ કરે છે. એટલું તો ખરું છે કે આ પક્ષ પડ્યા છે તેની વચ્ચે ઝેર પણ પેદા થયું છે. એક પક્ષ બીજાનો અવિશ્વાસ કરે છે ને એકબીજાંને મહેણાં મારે છે. સુરતની કૉંગ્રેસ વખતે લગભગ મારામારી પણ થઇ. આ બે પક્ષ પડ્યા છે તે નિશાની દેશને સારુ ઠીક નથી એમ મને તો લાગે છે. પણ હું એમ માનું છું કે આવા પક્ષ લાંબી મુદ્દત સુધી ટકશે નહીં. કેટલી મુદ્દત સુધી આમ તડાં રહેશે એ આગેવાનોની ઉપર આધાર રાખે છે.



૨૦