પૃષ્ઠ:Hind Swaraj.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

છે. તેમ જ જોકે બંગભંગથી જાગૃતિ થઈ છે તોપણ બેભાની નથી ગઈ. હજુ આળસ મરડવાની સ્થિતિમાં અપણે છીએ. હજુ સ્થિતિ અશાન્તિની છે, જેમ ઊંઘ અને જાગૃતિની વચ્ચેની અવસ્થા જરૂરની ગણવી જોઈએ ને તેથી તે ઠીક છે એમ કહેવાય, તેમ બંગાળમાં ને તેથી હિંદુસ્તાનમાં અશાન્તિ તે પણ ઠીક કહેવાય. અશાંતિ છે એમ આપણે જાણીએ છીએ તેથી શાન્તિનો વખત આવવા સંભવ છે. ઊંઘમાંથી ઊઠતાં સદાય આળસ મરડવાની સ્થિતિમાં આપણે નથી રહેતા, પણ વહેલામોડા આપણી શક્તિ પ્રમાણે પૂરા જાગીએ છીએ. તેમ આ અશાન્તિમાંથી આપણે જરૂર છૂટીશું. અશાન્તિ કોઈને ગમતી વસ્તુ નથી.

वाचक :

અશાન્તિનું બીજું રૂપ શું ગણાય?

अधिपति :

અશાન્તિ એ ખરું જોતા અસંતોષ છે, તેને હાલ આપણે 'અનરેસ્ટ' કહીએ

૨૨