પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
१०


અર્પણ કરવા માટેની નિરંતર તત્પરતાથી, પોતાની અત્યંત કર્તવ્યપરાયણતાથી, નિષ્કામતાથી, અનાસક્તિથી અને નિરહંકારીપણાથી, ગુરુજનોને સેવી તેમના કૃપાપાત્ર થવાથી એ અવતારો ગણાયા, મનુષ્યમાત્રને પૂજનીય થયા.

આપણે ધારીએ તો આપણે પણ પણ એવા પવિત્ર થઈ શકીએ, એવા કર્તવ્યપરાયણ થઈ શકીએ, એટલી કરુણાવૃત્તિ કેળવી શકીએ, એવા નિષ્કામ, અનાસક્ત અને નિરહંકારી થઈ શકીએ. એવા થવાનો આપણો નિરન્તર પ્રયત્ન રહે એ જ અવતારોની ભક્તિ કરવાનો હેતુ. જેટલે અંશે આપણે એમના જેવા થઈએ તેટલે અંશે જ આપણે એમનું અક્ષરધામ મેળવ્યું કહેવાય, જો આપણો એમના જેવા થવા પ્રયત્ન ન હોય તો આપણે કરેલું એમનું નામસ્મરણ પણ વૃથા છે, અને એ નામસ્મરણથી એમની સમીપ જવાની આશા રાખવી પણવૃથા છે.

ત્યારે આપણે પરમેશ્વરની ઉપાસના કેવી રીતે કરવી? આપણા જન્મથી આપણે પહેલો સંબંધ માતા જોડે થાય છે, બીજો પિતા સાથે છે, ત્રીજો બંધુઓ જોડે છે, ચોથો ગુરુ સાથે થાય છે અને પાંચમો મિત્રનો છે. આપણે વિવાહિત હોઈએ તો આપણો સંબંધ પત્ની જોડે થાય અને કુટુમ્બી હોઈએ તો બાળકો સાથે પણ બંધાય. પછી તે જ પ્રમાણે પડોશી તથા સમાજ અને પ્રાણીઓ સાથે થાય છે.

તે માટે આપણે પ્રથમ પ્રભુનું માતાપિતા તરીકે ધ્યાન ધરીએ અને સાથે સાથે આપણાં પ્રત્યક્ષ માતાપિતાની એક ચિત્તે સેવા કરીએ તો આપણામાં આદર્શ પુત્રના ગુણો ઊતરે અને સાથે સાથે આદર્શ માતાપિતાના ગુણોનું ધ્યાન થઈ જાય. જે