પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭

સુભાષિતો

વીંછી? તો ભગવાન તેથીયે વધુ કરે તેમાં શી નવાઈ ! તમે નાશવંત વસ્તુ માગશો તોયે તે અવિનાશી વસ્તુ આપશે.

* * *

જે તલવાર ઉગામશે તે તલવારથી જ મરશે.

* * *

જેટલે વાગ્યે ચોર આવશે એમ જો માલિક જાણતો હોય તો ચોરી થવા દે નહિ, અને અમુક વાગ્યે જ ચોરથી સાવધ રહેવું એમ કોઈ સમય બાંધી શકે નહિ.

* * *

ઈશ્વરનું ધામ આંખેથી નિહાળી શકાય કે આંગળીથી ચીંધી શકાય એવું નથી. તે તમારી અંદર જ છે.

* * *

પુનર્જન્મ થયા વિના ઈશ્વરના ધામમાં જઈ શકાતું નથી. શરીરથી શરીર ઉત્પન્ન થાય છે. આત્માથી આત્મા. પુનર્જન્મ એટલે શરીરનો નહિ, પણ આત્માનો (જ્ઞાન તથા શ્રદ્ધા દ્વારા).