પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એમ તે સમજે છે, અને તે માન્યતામાં એટલો બધો ભેરવાઈ જાય છે કે પછી પોતે પહોંચવાનો પ્રયત્ન બાજૂએ રહી જાય છે, અને બીજાઓને જ તે માર્ગે લગાડવાની તેને વધારે તાલાવેલી લાગે છે. પછી, એક વાર ધ્યેય સ્વપ્રયત્ન પરથી ખસી બીજાને ત્યાં ખેંચવાનું બની જાય એટલે તે માટે સામ, દામ, દંડ, ભેદની ગમે તે રીતો અજમાવવા તે મંડી પડે છે. મરણની ઘટના પછી સ્વર્ગ કે મોક્ષ અને નરક એ બે સનાતન લોભ અને ભય તો હોય જ, પણ ઐહિક લાલચો અને ભયો પણ દેખાડવામાં આવે છે. શ્રદ્ધા ઉપજાવવા ખોટી કથાઓ ઉપજાવવી, બીજા સંપ્રદાયોની નિંદા કરવી, ચમત્કારોની ઝમક બતાવવી ઈત્યાદિ અનેક જૂઠાણાં પેસે છે. આમ જેને પોતે પોતાના મોક્ષનું ઉત્તમ દ્વાર માન્યું હતું અને કરી શકત, તેને બીજાના મોક્ષનું દ્વાર બનાવવાના મોહમાં પોતાના પતનનું દ્વાર બનાવે છે. બીજાનો મોક્ષ તો થવાનો હોય ત્યારે થાય.

પ્રકટ પ્રભાકર હોય મુનિ દૃગ બિન નહીં દેખાત,
સંત બિના ત્યાં પ્રકટ પ્રભુ જનકો નહીં સમઝાત
(કવિ દલપતરામ)

તથા

જેની દેવે પરાભક્તિ તેવી જ ગુરુને વિષે,
જ્ઞાને ને ધર્મનાં તત્ત્વો પ્રકાશે તે પવિત્રને;
(શ્વેતાશ્વતર ઉપનિષદ)

એ વચનો બરાબર છે. પણ તેનો અર્થ જ્યારે અનુયાયી એવો કરવા બેસે કે, 'મારો ગુરુ સર્વથી શ્રેષ્ઠ છે એટલું જ