પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈશુ ખ્રિસ્ત


दाणीवर्ग

આ સિવાય દેશમાં કર ઉઘરાવનારા દાણીઓનો એક વર્ગ હતો. જેમ વૉરન હેસ્ટીંગ્સના વખતમાં બંગાળમાં કર ઉઘરાવવાનો હક્ક લિલામથી વેચવામાં આવતો, તેમ રૂમી સામ્રાજયમાં પણ ઇજારદારો જુદાં જુદાં ગામોના કર ઉઘરાવવાનો હક્ક વેચાતો લેતા. પછી પોતાનો નફો કાઢવા માટે તેઓ પ્રજા પાસેથી વધારે રકમો ઉઘરાવતા. આથી, સ્વાભાવિક રીતે એ વર્ગ પ્રજાને ઘણો અળખામણો લાગતો. પ્રજા તેઓ તરફ તિરસ્કારની દૃષ્ટિએ જોતી, અને તેઓ પાપી અને દેશદ્રોહીઓ ગણાતા. અલબત્ત, તેમાં કેટલાક સારા માણસોયે હતાં. છતા, દાણીઓનો સોબતી કલાલના સોબતીની જેમ વહેમનું પાત્ર બનતો.*[૧]

व्रतो अने
उत्सवो

આ સાથે જ યહૂદીઓનાં કેટલાંક વ્રતો અને ઉત્સવોની માહિતી આપવી ઠીક થશે.ઈશુ ખ્રિસ્તના જીવનમાં એમનો ઉલ્લેખ કરવો પડશે.

.

.


शब्बाथ

જેમ ખ્રિસ્તીઓ રવિવાર અને મુસલમાનો ગુરુવારની સાંજથી શુક્રવારની સાંજ સુધીનો દિવસ પવિત્ર ગણે છે, તેમ યહૂદીઓમાં શુક્રની સાંજથી શનિવારની સાંજ સુધીના ચોવીસ કલાક શબ્બાથ (વિશ્રાન્તિવાર) ગણાય છે. તે દિવસે કાંઇ પણ ઉદ્યોગ કરવાથી વ્રતભંગ કર્યો મનાય છે..*[૨]


  1. *એમ જણાય છે કે ઘણું ખરું કલાલીનો અને દાણીનો ધંધો સાથે જ થતો.
  2. +યહૂદી, અરબ વગેરે સેમેટિક પ્રજાઓમાં સાધારણ રીતે દિવસ, માસ અને વર્ષની ગણતરી ચંદ્રને અનુસરે છે. આથી સૂર્યોદયથી સૂર્યોદય અથવા મધરાતથી મધરાત, કે મધ્યાહ્નથી મધ્યાહ્ન તિથિ કે વાર નથી ગણાતાં , પણ સૂર્યાસ્તથી સૂર્યાસ્ત સુધી એક તિથિ તથા વાર ગણાય છે.