પૃષ્ઠ:Ishu Khrist.djvu/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈશુનો જન્મ અને સાધના


जन्म

ઈશુનો જન્મ યોહાન પછી છએક મહિને થયેલો મનાય છે. ઈશુની મા મારિયા (મેરી)નું વેવિશાળ યોસેફ નામના એક તરૂણ સુથાર્ સાથે થયેલું હતું. તે યરુશાલેમ પાસે આવેલા બેથલેહેમ નામે ગામનો રહીશ હતો. મેરીનું પિયર ગૅલિલી તાલુકાના નેઝરેથ ગામમાં હતું, અને યોસેફ પણ ધંધાર્થે ત્યાં જઈ વસ્યો હતો. ઈશુનો જન્મ તેમનાં વિધિસર લગ્ન થયાં તે પહેલાં જ થયો હતો, અને, તેથી મેરી 'કુમારી-માતા મેરી' તરીકે ઓળખાય છે. ઈશુના જન્મની નોંધ પોતાના મૂળ વતનમાં જ થાય, એ ઇચ્છાથી તેઓ બેથલેહેમ આવ્યાં હતાં. ત્યાં એક સરાઇમાં ઈશુનો જન્મ ડિસેંબર ૨૪-૨૫મી (નાતાલ)ની મધરાતે થયેલો મનાય છે.ગોકુલઅષ્ટમીની મધરાતની જેમ, આ દિવસ ખ્રિસ્તી લોકોમાં મોટામાં મોટો પર્વ તરીકે ઉજવાય છે.

જેમ શ્રીકૃષ્ણ વિશે પૌરાણિક કથા છે કે કંસે આકાશવાણી સાંભળીને કૃષ્ણને મરાવી નાંખવા માટે પૂતનાને મોકલી ગોકુળનાં સર્વ બાળકોને મરાવી નાંખ્યાં હતાં , તેમ ઈશુ વિષે પણ કથા છે કે હૅરોદને એના જોશીઓએ કહ્યું કે, 'તારો શત્રુ