પૃષ્ઠ:Ishu Khrist.djvu/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઈશુ બોલ્યો : "ખરી વાત. હવે, આ બાઈને જો. હું તારે ઘેર આવ્યો પણ તેં મને પગ ધોવા પાણી શિક્કે આપ્યું નહિ. પણ આ બાઈએ મારા પગને પોતાનાં આંસુ વડે ધોયા અને પોતાના કેશથી લૂછ્યા. તું મારે પગે પડ્યો નહિ, પણ આ બાઈ આવી છે ત્યારથી મારા પગને છોડતી નથી. તેં મારા કપાળને પણ સુવાસિક અર્પ્યું નહિ, પણ આ બાઈએ મારા પગને લેપ કર્યો. માટે હું કહું છું કે એનાં પાપો ઘણાં છે, છતાં એ સર્વે ધોવાઈ ગયાં છે; કારણકે એનો પ્રેમ વિશેષ છે. જેનાં પાપો ઓછાં ધોવાયાં છે, તેનો પ્રેમ પણ ઓછો છે." પછી સ્ત્રી તરફ વળી કહ્યું, "જા, બહેન, તારાં સર્વ પાપો માફ થયાં છે."*[૧]

નીચેનું દૃષ્ટાંત એના જેવું જ અને એ જ પતિતપાવન વૃત્તિ દેખાડનારું છે :-

व्यभिचारिणीने
माफी

એક વાર કેટાલાક પૂજારીઓ અને શાસ્ત્રીઓ એક સ્ત્રીને ઈશુ પાસે લઈ આવ્યા. તે બાઈ વ્યભિચાર કરતાં પકડાઈ હતી. તેઓએ કહ્યું, મૂસાના ધારા પ્રમાણે આ બાઈને પથરા ફેંકીને મારવાની સજા થવી જોઈએ. પણ તમારી શી આજ્ઞા છે ?"

આમ કરવામાં તેમનો હેતુ ઈશુને કોઈ રીતે શબ્દોમાં બાંધી લેવાનો હતો. પણ ઈશુએ કશું સાંભળ્યું જ ન હોય તેમ મૌન રાખ્યું.

પછી તેઓએ તેને જવાબ આપવા વારંવાર આગ્રહ કર્યો. ત્યારે તેણે કહ્યું, 'તમારા પૈકી જે તદ્દન નિષ્પાપ હોય


  1. *'પાપોની માફી' ઉપર પાછળ નોંધ જુઓ