પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આ પુસ્તક

લગભગ ૧૬-૧૭ વર્ષ પર નવજીવનની અવતાર-લીલા લેખમાળાના એક ભાગ રૂપે આ નામનું મારું પુસ્તક બહાર પડ્યું હતું. એ પુસ્તકને લગભગ આખું નવેસરથી લખી તથા તેમાં વધારો કરી આ તૈયાર કર્યું છે. નવા ઉમેરામાં ઈશુનાં પ્રવચનો, રૂપકો અને સુભાષિતો મુખ્યત્વે છે. કેટલીક નોંધો પણ છે. અને છેવટની સમાલોચના.

ચરિત્રની હકીકતોની બાબતમાં બાઈબલનાં મૅથ્યુ, માર્ક, લૂક અને જૉનના પુસ્તકો જ મારો આધાર છે. તે પૈકી કોઈ એકમાંથી જ મેં હકીકતો લીધી નથી, પણ બધામાંથી તારવી છે.

પહેલી આવૃત્તિ છપાયા પછી મને કેટલાક ગુજરાતી ખ્રિસ્તીઓ તરફથી ટીકારૂપે પત્રો મળ્યા હતા. ચમત્કારો વિષે ગૌણપણે ઉલ્લેખ અને ઈશુની કબરમાંથી ઊઠવા વિષે મૌન માટે તેમને તે પુસ્તક નાપસંદ પડ્યું હતું. એ બન્ને બાબતમાં મારા વિચારો સ્પષ્ટપણે પુસ્તકમાં રજૂ કર્યા છે. હું દિલગીર છું કે એથી કદાચ પંથશ્રદ્ધાળુ ખ્રિસ્તીઓને સંતોષ નહિ થાય. પણ તેમાં મારો ઇલાજ નથી. મને જે સત્ય લાગે તે જ માંડવાની મેં મારી શક્તિ અને દ્રષ્ટિ પ્રમાણે અત્યન્ત કાળજી તો લીધી જ છે, છતાં તેથી કોઈની શુભ શ્રદ્ધાઓનું એવી રીતે ખંડન ન થાઓ, કે જેથી એક નજીવી શુભ વસ્તુમાં પણ એને નાસ્તિકભાવ