પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧

ગુરુદ્રોહ

યેહૂદાથી આ જોઈ શકાયું નહિ. તે કહેવા લાગ્યો, 'આ શો બગાડ ! આની સારી કિંમત ઊપજત અને તે ગરીબને આપી શકાત !' ઈશુએ કહ્યું, 'ભાઈ, એની અભિલાષા પૂરી થવા દે. આ શરીરની પૂજા ફરીથી દાટતી વખતે જ થશે.'

એમ લાગે છે કે આ પૂજા કેવળ મૂંગે મોઢે નહિ થઈ હોય. એની સાથે ઈશુનો જયજય કાર બોલાયો હશે, અને કદાચ તે ઘોષણામાં એને યહૂદીઓના રાજા તરીકે વિશેષવામાં આવ્યો હશે. કારણ કે બીજે જ દહાડે જ્યારે યરુશાલેમમાં ખબર પડી કે ઈશુ આવે છે, ત્યારે ઘણા લોકો ઈશુને વાજતે ગાજગે પધરાવવા સામા ગયા, અને મંગળસૂચક ધ્વનિ તથા તાડીનાં પાંદડાંની ધજા ઉડાવવા લાગ્યા ને 'યહૂદીઓના રાજા ઈશુ નો જય' એમ ગર્જના કરવા લાગ્યા.


येहूदानो मत्सर

યેહુદાથી ઈશુને મળતું માન ન દેખી ખમાયું. એનું મન કેટલાક વખતથી ઈશુ વિરુદ્ધ વળ્યું હતું. એણે આ અભિષેક રાજ્યાભિષેકના જેવો જ ગણ્યો. મત્સરથી બળતો તે ફૅરિસી અને પૂજારીઓને જઈ મળ્યો અને સારું ઇનામ મેળવવાની શરતે ઈશુને એમના હાથમાં સપડાવવા તૈયારી બતાવી. ફૅરિસીઓએ આ લાગ તુર્ત જ હાથ કીધો અને એને મોંમાગ્યા દામ ચૂકવી આપ્યા. ઈશુ રાજ્યદ્રોહી છે એમ જુબાની આપવા અને ઈશુને ઓળખાવી પકડાવવા યેહુદાએ વચન આપ્યું.


मरवानी तैयारी

પેસાહ પર્વ શરૂ થયા પછી તે પૂરું થાય ત્યાં સુધી મનુષ્યહિંસા ન થઈ શકે એવું યહૂદી ધર્મનું ફરમાન હોવાથી, તુર્તાતુર્ત જ ઈશુનું કાસળ કાધી નાખવું જોઈએ એમ એના શત્રુઓને