ઈશુ ખ્રિસ્ત
લાગ્યું. ઈશુ રાતવાસો બેથૅનીમાં અથવા આજુબાજુના ડુંગરોમાં કરતો. એના શિષ્યો એની સાથે જ રહેતા. એને માથે મોત ઝઝૂમે છે એમ એ સારી પેઠે જાણતો હતો. એ રાતદિવસ ઈશ્વરચિંતનમાં જ ગાળવા લાગ્યો. આ સંકટમાંથી બચાય તો સારું એમ એને લાગી આવતું, પણ 'ઈશ્વરેચ્છા'ને આધિન થવા એ તૈયારી કરતો હતો.
ગુરુવારે સાંજે ઈશુ એના શિષ્યો સહિત યરુશાલેમમાં જ એક ભક્તને ત્યાં ગયો. બીજી સાંજથી વ્રતો શરૂ થાય માટે આગલી રાત્રે ઉજાણી કરવાનો રિવાજ હોય એમ લાગે છે. ભક્તને ત્યાં સર્વે જમવા બેઠા. યેહૂદાના મનમાં કપટ છે એમ ઈશુ ચેતી ગયો હતો, અને એ એણે જમતાં જમતાં કહી પણ બતાવ્યું. સર્વે શિષ્યોને સાવધ અને વફાદાર રહેવા ચેતવ્યા. શિષ્યોની અગવડત વિષે કાંઈક અણવિશ્વાસ પણ સૂચવ્યો. એટલે અગ્રગણ્ય શિષ્ય બોલી ઊઠ્યો કે, 'બધા બેવફા થાય, પણ હું તો ન જ થાઉં.' પણ ઈશુએ ભવિષ્ય ભાખ્યું કે 'કૂકડો બોલે તે પહેલાં ત્રણ વાર તું મારા સાથીપણાનો ઈન્કાર કરીશ.'
એ રાત્રે ઈશુ શહેર બહાર ઑલિવની ટેકરી પર પ્રાર્થના કરવા ગયો. સાથે પિટર અને બીજા શિષ્યો રાખ્યા. એણે શિષ્યોને કહ્યું, 'મને હવે કશું ગમતું નથી. જીવન એટલું નીરસ લાગે હે કે કદાચિત્ પ્રાણ નીકળી જાય; માટે હું પ્રાર્થના કરું ત્યારે મને સંભાળજો.' પ્રભુની ઇચ્છાને પ્રતિકૂળ ન હોય તો માથે ઝઝૂમતાં સંકટમાંથી એણે ઊગરવા પ્રાર્થના કરી, થોડી