પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯

પર્વત પરનું પ્રવચન

પ્રભુના નિયમોના અમલમાંથી છૂટવું અશક્ય છે. જે એને અણુભાર પણ તોડશે તે પ્રભુને ત્યાં અણુ જેટલો જ રહેશે. જે એનું પાલન કરશે અને એને જ શીખવશે, તે પ્રભુના ત્યાં પણ મહાન ગણાશે. શિષ્યો, ખાતરી રાખજો કે જ્યાં સુધી ફૅરિસી અને શાસ્ત્રીઓનાં શીલથી તમે શીલમાં ચડો નહિ ત્યાં સુધી પ્રભુનું દ્વાર તમારે માટે ઊઘડવાનું નથી.

अहिंसा

કદી કોઈનો ઘાત કરવો નહિ એ આધેશ તો તમે જાણો છો. હત્યારો અધોગતિએ જશે એમ તમે માનો છો. પણ હું કહું છું કે કેવળ હત્યા એટલી જ હિંસા નથી. જો તમે તમારા ભાઈ સામે પણ ગુસ્સો કરો, તો હું કહું છું કે તમે નરકના અધિકારી થવાના; જો તમે તમારા ભાઈને ગાળ દેશો, તોપણ તમે અધોગતિને જ પામશો; અને જો તમે એને મૂર્ખ કહેશો, તો પણ તમારે માથે સજા જ ઊભી રહેશે. યજ્ઞની વેદી ઉપર ઊભા રહી બલિદાન ચડાવતી વખતે જો તમને યાદ આવે કે તમને તમારા ભાઈ પર રજ જેટાલો પણ સુસ્સો છે, તો હું કહું છું કે તમે બલિદાન ચડાવતાં અટકી જજો અને પહેલાં તમારા ભાઈ પાસે જઈ એનું સાન્ત્વન કરી પછી તમારો ભોગ ચડાવજો. તમારા વિરોધી સાથે લડાઈ પતાવવામાં તમે કદી પણ વિલંબ કરશો નહિ.

સંતો, શાસ્ત્રો આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત લેવા ફરમાવે છે. *[૧] પણ હું તો કહું છું કે તમે દુષ્ટની


  1. *આનો અર્થ એમ નથી કરવાનો કે આંખને બદલે આંખ ને દાંતને બદલે દાંત લેવા એમ સૂચવે છે; પણ આથી વધારે બદલો ન લેવાય.