રૂપકો
પહોંચે એમ માની, પોતાના ઘરને સદાયે સજ્જ રાખતા અને રસોઈપણ તૈયાર રાખતા.
પણ કેટલાક નોકરો, હજુ હમણાં શાના શેઠ આવે છે, આવશે ત્યારે તૈયાર કરી નાંખીશું, એમ વિચારી આળસ અને મોજમજા કરવા લાગ્યા.
પણ એક દિવસ શેઠ એમને ત્યાં અણધાર્યાં જ ઈ પહોંચ્યા, અને જોયું તો કશું જ ઠેકાણું નહોતું.
પછી શેઠે તેમને દંડ કર્યો અને બરતરફ કર્યા.
એક ગામમાં દસ કન્યાઓ હતી. અને તેઓ સૌ એક જ વરને પરણવા ઈચ્છતી હતી. અને તે વર ગમે તે ક્ષણે આવી પહોંચે એમ હતું.
પછી દસે કન્યાઓ પોતાના દીવા સળગાવી વરને સામી મળવા નીકળી.
તેમાં પાંચ કન્યાઓ ડાહી હતી અને પાંચ કન્યાઓ મૂર્ખ હતી. અને જે કન્યાઓ ડાહી હતી તેમણે પોતાની સાથે તેલની કુપ્પીઓ પણ રાખી, જેથી દીવામાં તેલ થઈ રહે તો પૂરી શકાય.
પણ જે કન્યાઓ મૂર્ખ હતી, તેમણે તેલ રાખ્યું નહિ.
અને વરને આવતાં વાર લાગી, ત્યારે તે બધી રસ્તામાં જ સૂઈ ગઈ.
ત્યાં તો મધરાતને સમયે સાદ પડ્યો કે વર આવી પહોંચ્યો છે.
એટલે તે બધી પોતાન દીવાની દિવેટો સંકોરવા લાગી. અને પેલી મૂર્ખ કન્યાઓ ડાહીને કહેવા લાગી, 'અમને તમારી પાસેથી થોડું તેલ આપો.'