પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


ચાલવું એ ત્હેમના સ્વભાવથી તદ્દન ઉલટું હતું. ઉપકારનો બદલો વાળવો પડે એટલા સારૂ અથવા બીજા કોઈ કારણથી એ કોઈની પાસે મહેરબાનીની ભિક્ષા માંગતા નહીં.”

ત્હેમના સાળા રામસુન્દર વિદ્યાભુષણ ગામમાં એક આગેવાન ગણાતા હોવાથી જ અભિમાની અને ઉદ્ધત હતા. એ એમ ધારતા હતા હતા કે ગરીબ બનેવી ત્હેમનો તાબેદાર થઈને રહશે. બનેવીનો સ્વભાવ કેવી જાતનો છે એ ખબર હોત તો એ એવો વિચાર કદી આણી શકત નહીં . સાળાની આજ્ઞા પ્રમાણે રામજ્ય નહીં ચાલે તોએ એમને ઘણી રીતે હેરાન કરશે એવો ભય લોકો બતાવતા હતા. પણ એ કોઈ પણ કારણથી બ્હી જાય્ અએવા નહોતા. ત્હેમણે સ્પષ્ટ કહી દીધું, કે આગામનો વાસ છોડી દઈશ પણ સાળાની આજ્ઞા પ્રમાણે તો નહીંજ ચાલું. સાળાની ઉશ્કેરણીથી એમને ઘણી વખત અત્યાચાર અને ઉપદ્રવ સહન કરવા પડતાં પણ એથી એ બિલ્કુલ ચલિત થતા નહીં.

ત્હેમની તેજસ્વિતા એટલા ઉપરથી જણાઈ આવે છે, કે એમના ગામના જમીનદારે જ્ય્હારે નાના ઘરના વાસ્તુ નિમિત્તે બ્રહ્મ ભોજન આપ્યું ત્ય્હારે રામજ્યે બ્રાહ્મણ હોવા છતાં પણ દાનનિમિત્તે ગિરાસ ગ્રહણ કર્યો નહોતો. એ એમ માનતા હતા કે એવું દાન ગ્રહણ કર્યાથી દાન આપનાર દાન લેનારના પુણ્યનો ભાગી થાય છે. એ વખતે ગામના ઘણા લોકોએ ત્હેમને સમજાવ્યા પણ એમણે કોઈનું કહ્યું માન્યું નહીં. આવા માણસને માટે દારિદ્ર્‌ય એજ મ્હોટી સંપત્તિ છે. એ દારિદ્ર્‌યમાંથી ત્હેમની સ્વાભાવિક સંપત્તિ ઝળકી છે.

પણ આથી એમ ન સમજવું કે તર્ક ભૂષણ મહાશય સ્વચ્છંદી હતા અને હરકોઈની અવગણના કરતા, એ ધણાજ સાદા અને નિરહંકારી હતા, ન્હાના મ્હોટા દરેક જાતના લોકો સાથે સમાન ભાવે આદર સન્માન પૂર્વક વ્યવહાર રાખતા. જ્હેમને એ કપટી સમજતા ત્હેમની સાથે બનતાં સુધી વાતચીત નહોતા કરતા. એ સ્પષ્ટવાદી હતા અને કોઇને ખોટું લાગશે અથવા અસંતોષ થશે એ વિચારથી સત્ય વાત