પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

જાઉં તો એ છોકરાઓ શું ખાઇને નિશાળે જશે ?

દયા વૃત્તિ બીજી પણ અનેક રમણીઓમાં જોવામાં આવે છે, પણ ભગવતી દેવીની દલામાં એક અસાધારણ તત્ત્વ હતું. એ કોઈ પણ જાતના સાંકડા વિચારોથી બંધાઈ ગયેલાં નહોતાં. સાધારણ લોકોની દયા દિવાસળીની પેઠે ફક્ત કોઈ ખાસ જાતના ઘસારાથીજ સળગી ઉઠે છે, અને રિવાજ તથા લોકાચારની ન્હાનકડી દાબડીમાં બંધ હોય છે. પણ જેમ સૂર્ય પોતાનાં કિરણો ચારે દિશામાં ફેંકે છે, તેમ ભગવતી દેવીના હૃદયમાં ઉદ્ભવેલી દયારશ્મિ ચારે તરફ ફીલાતી. ધર્મ તથા રિવાજની સાથે ધસાવાની ત્હેને જરૂર પડતી નહીં.

એક દિવસે વિદ્યાસાગરે માતાને પુછ્યું કે ‘મા, વર્ષમાં એક દિવસ ધામધૂમથી પૂજા કરીને છસેં સાતસેં રૂપિયા ખર્ચ કરવા સારા કે અનાથ લોકોને ત્હેમની સ્થિતિ મુજબ દર મહિને થોડી થોડી મદદ આપવી એ સારું !’ એ સાંભળીને જનની દેવીએ ઉત્તર આપ્યો કે ‘ગામના દરિદ્ર નિરાધાર લોકોને રોજ ખવરાવવાની સરખામણીમાં પૂજામાં એટલું ધન ખર્ચવું આવશ્યક નથી.’ જૂના વિચારની એ વૃદ્ધ નારીને મ્હોંએથી આ ઉત્તર મળવો કાંઇ સહજ નથી. ત્હેમની નિર્મળ બુદ્ધિ અને ઉજ્જવળ દયા આ પ્રમાણે પ્રાચીન સંસ્કારોના મોહાવરણોને અનાયાસે દૂર કરી શકે એ વિસ્મયકારક છે. લોકરૂઢિનાં બંધનો સ્ત્રીઓને માટે જેટલાં દૃઢ હોય છે, તેટલાં બીજા કોને માટે હોય છે ? છતાં પણ આશ્ચર્યકારક વિચાર શક્તિદ્વારા એ જડતામય પ્રથારૂપી દેવાલયને તોડીને અનન્ત વિશ્વધામમાં પ્રભુને પૂજવા લાગ્યાં. મનુષ્યસેવા જ દેવાતાની યથાર્થ પૂજા છે એ વાત ત્હેમને કેવી રીતે માલૂમ પડી ! કારણ એજ, કે, બધી સક્રિતાઓ કરતાં પ્રાચીન સંહિતા-દયાધર્મ-ત્હેમના હૃદયમાં સ્પષ્ટ અક્ષરે લખાયેલી હતી. અસંખ્ય અનાથોને અન્નના અભાવે છે. પોતાની આંખ આગળ ટળવળાટ કરતા જોવા છતાં, અને હજારો દેશબન્ધુઓને ફક્ત પેટને ખાતર પરધર્મમાં વટલાઇ જતા જોવાં છતાં,. મહારાજોની પધરામણીમાં અને બ્રહ્મ ભોજનમાં ધણીના ખરા પરસેવાની