પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


કમાઇ ખરચી નાંખચામાં પુણ્ય સમજનારી આપણી ગુર્જર ભગિનીઓ ભગવતી દેવીના આ દયાધર્મનું અનુકરણ કરતાં શિખશે !

બંગાળાના સીવીલીયન હેરિસન સાહેબ કોઇ કામ પ્રસંગે એક વખત મેદિનીપુર જીલ્લામાં ગયા હતા, ત્યારે ભગવતી દેવીએ પોતાના નામથી પત્ર લખીને ત્હેમને પોતાને ત્યહાં નોતર્યા હતા. એ પ્રસંગનું વર્ણન કરતાં ત્હેમના ત્રીજા પુત્ર શભુચન્દ્ર નીચે પ્રમાણે લખે છે:- “જનની દેવીએ સહેબના નિમંત્રણ વખતે જાતે હાજર રહીને ભોજન કરાવ્યું હતું. એથી સાહેબ આશ્ચર્ય પામ્યા હતા, કે આટલી વૃડ્ધ હિંદુ નારી એક અંગ્રેજના ભોજન વખતે ખુરસીમાં બેશીને વાતચિત કરવા તૈયાર થઇ છે. × × × સાહેબે હિન્દુની માફક નીચે પડીને જનની દેવીને દંડવત કર્યા; ત્ય્હાર બાદ વિવિધ વિષયો ઉપર વાતચીત ચાલી. જનની દેવી પ્રવીણ હિન્દુ સ્રી હોવા છતાં પણ તેમને સ્વભાવ ઘણો ઉદાર હતો. અને મન કોઈ પણ જાતના કુસંસ્કાર વગરનું હતું. ધનવાન કે દરિદ્ર, વિદ્વાન કે મૂર્ખ, ઉંયવર્ણ કે નીચવર્ણ, પુરૂષ કે સ્ત્રી, હિન્દુ ધર્મ કે પરધર્મી બધા ઉપર ત્હેમની સમદૃષ્ટિ હતી.”

શંભૂચન્દ્ર બીજી જગ્યાએ લખે છે કે: બંગાળી સંવત ૧૨૬૬ થી ૧૨૭૨ સુધી વિધવા વિવાહનું કામ ધીમે ધીમે સધાવા લાગ્યું. એ બધા વિવાહિત લોકોને વિપત્તિમાંથી બચાવવા માટે મ્હોટાભાઈ ( વિદ્યાસાગર ) ખાસ કાળજી રાખતા. એમાંથી કોઇ કોઇને પોતાને ગામ, પાતાને ઘેર લઈ જતા. એ બધી પુનર્વિવાહિત સ્ત્રીઓને કોઈ તિરસ્કાર ન કરે એટલા માટે જનની દેવી, એ બધી પુનર્વિવાહિત બ્રાહ્મણ જાતની સ્ત્રીઓ સાથે એક પંગતે ભોજન કરતાં.

સંભવ છે. કે વાંચકો હમારા ઉપર આક્ષેપ કરશે, કે વિદ્યાસાગરના ટુંકા જીવન વૃત્તંતમાં ત્હેમની જનની સંબંધી આટલું લાંબું વિવેચન કરવું એ વધારે પડતું છે. હમારા સમયનો વૃથા વ્યય કરાવવાનો અને પુસ્તકનાં પાનાં ભરવાનો પ્રયાસ માત્ર છે. પણ સહૃદય બંધુઓ ! એમ નથી, એ નિશ્ચય જાણાવું કે અહિંતો જનનીના ચરિત્ર અને પૃત્રના