પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


તથા યથાશક્તિ ત્હેનો બદલો વાળવાનો આપણને વિચારજ નથી નથી આવતો.

પણ વિદ્યાસાગર મહાશય આપણા જેવા પામર મનુષ્યથી ઘણી ઊંચી પંક્તિના હતા. ત્હેમણે સ્ત્રીજાતિ ઉપરનો અનુરાગ પોતાનાં કાર્યો વડે સ્પષ્ટ રીત્યે બતાવી આપ્યો છે.

પ્રાથમિક કન્યા કેળવણીને માટે વિદ્યાસાગરે શો પ્રયત્ન કર્યો હતો ત્હેનું કાંઈક સૂચન આગલા પ્રકરણમાં થઈ ચુક્યું છે. લે. ગવર્નરની સૂચના મૂજબ એમણે બંગાળાનાં કેટલાક જીલ્લાઓમાં ઘણા ઉત્સાહ પૂર્વક કન્યાશાળાઓ સ્થાપી હતી. પણ એની લેખીત મંજૂરી મળે એ અગાઉ ડાઇરેક્ટર યંગસાહેબ સાથે એમને અણબનાવ થયો. ડાઇરેક્ટર સાહેબે બિલ ના મંજૂર કર્યું. લે. ગવર્નર સાહેબે કહ્યું, કે મ્હારા ઉપર કાયદાસર ફરિયાદી કરવાથી એ રૂપિયા ત્હમને મળી શકશે. પણ એમણે કહ્યું, કે સાહેબ આજ સૂધી કોઇના ઉપર ફરિયાદી નથી કરી તો આપના ઉ૫ર કેવી રીતે કરૂં ? એ ખર્ચ હું મ્હારા ઘરમાંથી જ આપીશ.

એ ચાર જીલ્લામાં થઈને લગભગ પચાસ કન્યાશાળાઓ હતી. દરેક કન્યાશાળામાં બે પંડિત અને એક દાસી નોકર હતાં. એમના પગાર ઉપરાંત બીજું પણ ખર્ચ હતું. કન્યાશાળામાં ફી બિલકુલ લેવાતી નહોતી. ઉલટું, ભણવાનાં પુસ્તકો, કાગળ, પેનસિલ, સ્લેટ પેન, વગેરે બધું નિશાળમાંથી મળતું. આટલું બધું ખર્ચ એમણે પોતાની જવાબદારી ઉપર ઉપાડી લીધું. કરજ કરીને પણ આ કાન્યાશાળાઓ એ નીભાવતા હતા. એમના અંગ્રેજ મિત્રો પણ આ કાર્યમાં એમને ઘણી મારી મદદ આપતા હતા. ત્હેમાં સર સેસિલ બિડનનું નામ ખાસ ઉલ્લેખ યોગ્ય છે. એ સાહેબ દર મહિને ૫૫) રૂપિયા કન્યાશાળાના ખર્ચ માટે વિદ્યાસાગર ઉપર મોકલી આપતા હતાં, આ ઉપરાંત, એમણે પોતાની જન્મભૂમિ વીરસિંહમાં ૫ણ એક કન્યાશાળા, સ્થાપી હતી. તેનું ખર્ચ દર મહિને ઓછામાં ઓછું વીસ રૂપિયાનું થતું તે પણ પોતાના ગજવામાંથી આપતા હતા.