પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩
૫૩
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

માટે એક વિદ્યલયની સ્થાપના કરી અને બેથ્યૂન સાહેબના આગ્રહથી વિદ્યાસાગરને તેનું સેક્રેટરીપણું સ્વીકારવું પડ્યું. એ બન્ને મહાત્માઓ વારંવાર નિશાળ જોવ અજતા અને બેન્થ્યૂન સાહેબ પોતાનાં સરળના સ્વભાવ મૂજબ બાળકીઓ જોડે રમવા પલોટાઈ જતા. પોતે ઘોડો બનીને છોકરીઓને પોતાની પીઠ ઉપર સવાર કરતા, તથા બાળકીઓ છોકરમતને લીધે જે તોફાન કરતી તે બધું સહન કરતા. સાહેબના આવા મળતાવડા સ્વભવને લીધે નિશાળમાં છોકરીઓની સંખ્યા વધવા માંડી, હવે બેથ્યૂન તથા વિદ્યાસાગરે મળીને નિશાળને માટે જુદું મકાન બંધાવવાની તજવીન કરી. બેત્ન્યૂન સાહેબે પોતે મ્હોટી રકમ કહાડી આપી અને એક સુંદર મકાન તૈયાર થઈ ગયું, પ્રારંભમાં તો કન્યાઓ પાસેથી બિલકુલ ફી લેવાતીજ નહી. પાછળથી જુજ ફી દાખલ થઈ છે. પણ શિક્ષકો વગેરેના પગારમાં થતા ખર્ચનો ગણો હિસ્સો બેથ્યૂન સાહેબ પોતેજ આપતા. બેથ્યૂન કૉલેજમાં કન્યાઓની ઘેરથી લઈ જવાને માટે ગાડીઓ રાખેલી હતી, ત્હેની બન્ને બાજુએ વિદ્યાસાગરે આ શાસ્ત્ર વચન લખાવ્યું હતું:―

कन्यापेवम् पालनीया शिक्षणीयाति यत्नत्ः ।

અર્થાત્ કે ‘કેન્યાનું પણ યત્નપૂર્વક પાલન કરવું તથા ત્હેને શિક્ષણ આપવું’. આ શાસ્ત્રવાક્ય લખવાનો ઉદ્દેશ એ હતો કે, એ ગાડીઓ શહેરમાં થઈને જાય ત્યહારે લોકોની આંખ તે તરફ ખેંચાય અને તેઓ સમજે કે સ્ત્રી શિક્ષણ શાસ્ત્રોની આજ્ઞાને અનુકૂળ છે.

ઈ.સ. ૧૮૫૧ માં બેથ્યૂન સાહેબ કેટલાક સદ્‌ગૃહસ્થોના આગ્રહથી ગંગાની પહેલી પાર પાંચ ગાઉ દૂર આવેલ ગામમાં એક નિશાળ જોવા ગયા હતા. રસ્તમાં વરસાદને લીધે પલળી જવાથી, તથા કેટલોક રસ્તો પગે ચાલવાથી, એમની તબિયત બગડી આવી. મેળાવડામાં ત્હેમણે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો તો ખરો પણ એ એમનું છેવટનું કાર્ય હતું. એ દિવસથી એમને સખ્ત તાવ લાગુ પડ્યો અને એ તાવની વેદનામાંજ એમની જીવન લીલા સમાપ્ત થઈ. બેથ્યૂન વિયોગથી