પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


એજ સમયે એમણે મનમાંને મનમાં પ્રતિજ્ઞા લીધી હતી કે વિધવાઓની દશા સુધારવા તન અને ધનથી પ્રયત્ન કરીશ. વિચાર કરતાં એમને એમ લાગ્યું કે વિધવાઓની બ્રહ્મચર્ય જીવનમાં કાંઈક ફેરફાર કરવો આવશ્યક છે, જે વિધવા પતિનું સ્મરણ પોતાના હૃદયમંદિરમાં તાજું રાખીને પાવન હાયાવજજીવન બ્રહ્મચર્ય પાળવાને શક્તિમાન હોય, અને રાજીખુશી હોય, તે ભલે તે પ્રમાણે કરે. એજ એમને માટે શ્રેષ્ઠ ધર્મ છે. એ દેવી સ્વરૂપ સન્નારીઓ માનવ સમાજ આગળ નિઃસ્વાર્થ પ્રેમ અને પરમાર્થ પરાયણતાની મૂર્તિ રૂપે પૂજ્ય ગણાશે. પશુ જ્હેમને પતિ શું અને પતિવ્રતા ધર્મ શો ત્હેની કાંઈ પણ ખબર નથી, જ્હેમનું શારીરિક કે માનસિક બળ કઠણ બ્રહ્મચર્યવ્રત પાળવાને માટે પૂરતું નથી, ત્હેમને માટે ભારત વર્ષના દૂરઅંદેશ નિપૂણ શાસ્ત્રકારોએ અવશ્ય કોઈને કોઈ ઉપાય શોધી કહાડ્યો હશે. એ ઉપાય શોધી કહાડવા માટે વિદ્યાસાગરે શાસ્ત્રોનું ફરીથી અધ્યયન શરૂ કર્યું. શાસ્ત્રોનું મંથન કરીને સાર શોધી કહાડવો એ કેટલું મુશ્કેલ કામ છે તે સહજમાં સમજી શકાય એમ નથી. ઘણા જુના, ઉધઈથી ખવાઈ ગયેલા શાસ્ત્રોના પાનાંઓમાંથી શાસ્ત્રાર્થ શોધી કહાડવામાં એમને કેટલી ધીરજ, સહન શીલતા, અને પરિશ્રમ પૂર્વક કામ કરવું પડ્યું હતું, ત્હેની કલ્પના આપણને સહજમાં આવી શકે એમ નથી. એ સમયમાં, બપોરને વખતે કોઈ એક મિત્રને ત્ય્હાં ભોજન કરી આાવતા અને ત્ય્હાર પછી આખો દહાડો જમતા નહીં. કૉલેજનું કામ સમાપ્ત કરીને સ્હાંજથી તે આખી રાત સૂધી સંસ્કૃત કૉલેજની લાઈબ્રેરીમાંના નાના પ્રકારના ગ્રંથો શોધવામાં ઉધાઈની પેઠે પાનાપાનામાં પ્રવેશ કરી લેતા. કાર્ય સાધન અથવા દેહપાતન એજ ઉદ્દેશથી એ ખંત પૂર્વક આ શુભ કામમાં મંડ્યા રહ્યા હતા. ઈશ્વરે ત્હેમની સાત્વિક બુદ્ધિની અભિલાષા પૂર્ણ કરી. ત્હેમનો પ્રયત્ન સફળ થયો, અને પારાસર સંહિતામાં