પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
જયા-જયન્ત
 


'મોકલીશ અપ્સરાઓને
મંગલ ગાવા ત્‍હારા લગ્નમાં.'
દેવોએ અભિષેક કીધો અમૃતનો,
અસ્ત્રશસ્ત્ર દીધાં બ્રહ્મલોકનાં,
ને ભણ્યા, 'જા, જીતજે જગતને.'

જયા : તો રોપ ત્‍હારો જયધ્વજ

જગતના મહાચોકની મધ્યે.

જયા : એકલે હાથે ? નહીં જ, જયા !

કો જીત્યું નથી, કો જીતશે નહીં.
પુરુષ ને પ્રકૃતિની બેલડી જ
નવબ્રહ્માંડ સરજે છે.
પ્રગટાવ, ઓ ગિરિકુમારિકા !
એ પરમ ચેતનાની ચિનગારી.
ત્‍હેં ગૂંથી છે પણછ આ ધનુષ્યની,
ત્‍હારાં જ બાંધેલાં છે
આ બાણનાં પીચ્છ:
તુજ પુણ્યચરણે છે
દાનવજેતા એ ધનુષ્યબાણ.
જયા ! ગૂંથીશું એવાં જીવન ?
તું મ્હારૂં ધનુષ્ય,
ને હું ત્‍હારું બાણ.