આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧
જયા-જયન્ત
રાજરાણી:જયન્તને માથે રાજમુગટ નથી,
- હાથે રાજદંડ નથી,
- બેસવા રાજસિંહાસન નથી.
- રાજમુગટને, રાજદંડને, રાજસિંહાસનને
- પરણશે ગિરિરાજની રાજકુમારિકા.
ગિરિરાજ: કલા નમતી ભાસે છે
- અમ ક્ષત્રિયતેજની
- રાણીજી ! ક્ષત્રિયોના સ્વયંવર
- સંસારસમૃદ્ધિના, કે શૌર્યના?
- કુંવરી વરાવશો રાજ્યને કે રાજવીને?
- આવતી કલિસેનાના પડઘા સમા
- ગાજે છે તમ બોલ આજ.
- હોલવાતા ભાસે છે ચન્દ્ર ને સૂર્ય
- નિજ આત્મજોના અન્ધકાર નિહાળીને
- નિરખું છું ગિરિદેશને યે
- અગ્નિની જ્વાળામાં નહાતો.
- પડે છે- પડે છે જાણે
- મ્હારા યે માથેથી મુગટ-
- રાણીજી ! પુત્રી મ્હારી કે ત્હમારી?
રાજરાણી: ગર્વ મૂકી વેગળા રહ્યા, રાજેન્દ્ર !
- મ્હેં પોષી, ધવરાવી, ઉછેરી.
- આજ પધાર્યા છો પાછા
- પોતાના કહી પારકી કરવાને