પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯
જયા-જયન્ત
 


વસવાં વિહારના પરમ ઉપવનમાં
ને આણ મૂકવી 'સુગન્ધ ન લેશો!'
રાજમહેલની મદમોહિનીમાં જીવવાં,
ને ભાખવું 'ન ભોગવશો એ મોહસ્વપ્નાં!'
ચન્દ્રભવન સમા જ્યોત્સ્નારંગી પ્રાસાદ
કેમ કરાય ગુફા સમા યોગાશ્રમ?

જયા : દાસી ! શી માંડી છે આત્મપરીક્ષા ?

જગતના મહેલોમાં નથી તુજ સરિખડી
સહુ યે વેશધારી રાજકુમારિકાઓ.
સૌન્દર્ય શોભે છે શીલથી,
ને યૌવન શોભે છે સંયમ વડે;
ને રાજમહેલના ગોખ છે ઉજ્જવળા
મહેલવાસીઓનાં પ્રભાનિર્મળ પુણ્યાચરણથી.
ઉરમાંથી જાળું કહાડી તું
કાં બન્ધાય છે પંડે જ ત્હેમાં કરોળિયો?

નૃત્યદાસી : જયાબા ! અન્ધકાર જીત્યા જાણ્યા ?

જયા : અન્ધકારનાં દળવાદળ અઘોર છે,

પણ પ્રભાકરની પ્રભા ત્હેમને ફેડે.
દાસી ! પાપથી પુણ્ય બળવન્તાં, હો!
અમારા ઉત્તરાખંડમાં તો
છ માસની રાત્રિ, છ માસનો દિવસ;
પખવાડિયાની તો ઉષા ઉગે.
પીધાં હોય એ બ્રહ્મઉષાનાં અમૃત,