પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
જયા-જયન્ત
 


અજબ પ્રકાશવન્તાં પ્રભુના પ્રભાત,
ત્હેમને અન્ધકાર જીતવા અધરા નથી.

નૃત્યદાસી : હિમગંગા પડી તે રાત્રીએ

યોગીન્દ્રને દીક્ષાભ્રષ્ટ કીધા.-

જયા : તું દીનભાગી જ છે, દાસી !

યોગાશ્રમ યોગ કાજે છે ?
કે અપ્સરાઓ નચાવવાને ?
અ રે રે! કેટકેટલા યોગીઓને ઉથાપ્યા
યોગીઓની એ યોગસિદ્ધિઓએ?

નૃત્યદાસી : સ્વર્ગમાં ક્ય્હાં નથી નાચતી

એ અપ્સરાઓ જે?

જયા : ત્હારા સ્વર્ગ કરતાં યે ઉન્ન્ત છે

ગિરિદેશના આમ યોગાશ્રમો.
બ્રહ્માધામનાં આ તો છે બારણાં.
દાસી ! તું શું લેઈશ ?
સુખ કે શાન્તિ ?

નૃત્યદાસી : સુખ, જયબા !

જયા : શાન્તિ દાસી ! ભૂલી

શું લેઈશ ! આત્મા કે દેહ ?

નૃત્યદાસી : દેહ, જયાબા !

જયા : આત્મા, દાસી ! ભૂલી.

દેહ નશ્વર છે, આત્મા અમ્મર છે.