પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
જયા-જયન્ત
 


પહેલી દાસી : સ્હાંજ છે તે જ પાતળું પડે.

દૂરથી જયા કુમારીનો ગીતનો ટહુકો.
'સખિ ! એકાકી ચાંદલો ઉગિયો.'

ત્રીજી દાસી : ગાજ્યો ઉમંગનો એ ઉરટંકાર.

આવો, આવો, ફૂલડાંની ફૂલદેવીઓ !
ઝીલો એ ગીતવર્ષાની અમૃતધારા.
ઘટાઓમાંથી બીજી સાહેલીઓ આવે છે. ગીત ગાતી જયા કુમારી પધારે છે.

જયા અને સાહેલીઓ :

ચન્દ્ર જીરે ઉગ્યો સખિ ! આજ મ્હારા ચોકમાં,
આશા-નિરાશાનો ચન્દ્રમા જી રે.
ચન્દ્રમા જી રે ઉગ્યો છે ભગવે ભેખ જો !
યોગી-વિયોગી શો ચન્દ્રમા જી રે.
કરે ગગનના ગોખમાં ચાંદલિયો ચમકાર;
ઉરને સરવર પોયણાં ઉઘડે અપરંપાર.
સખિ ! એકાકી ચાંદલો ઉગયો.
સખિ ! એ તો શોભે છે આભલાંને ગોખ;
મ્હારા માથાના મુગટે આવે નહીં રે.
આશા-નિરાશાનો ચન્દ્રમા જી રે.
ઘડી તપશે-ને આથમશે ચન્દ્રમાની કોર;
એવા તપશે? - કે આથમશે ઉરના અંકોર?