પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯
જયા-જયન્ત
 


(એક દાસી આવે છે.)

દાસી : માતા ! જયાબા તો નથી જડતાં.

રાજરાણી : જયા નથી જડતી !

બીજી દાસી જયન્તને તેડીને આવે છે.

બીજી દાસી : માતા જયાબા નથી જડતાં.

પણ માલતીના મંડપે.
જયન્ત કુમાર જડ્યા.
લખતા હતા પૃથ્વી ભરીને
કે 'જયા ગઈ.'

ગિરિરાજ : શું? જયા ગઈ? ક્ય્હાં ગઈ?

બોલ, જયન્ત ! જય ક્ય્હાં ગઈ?

જયન્ત : જયા શિખરોમાં ગઈ.

રાજરાણી : એણે જ ભગાડી મ્હારી કુંવરીને.

ગિરિરાજ : જયન્ત ! કહે , ક્ય્હાં ગઈ?

શા કાજે ગઈ?

જયન્ત : રાજબાલાએ રાજમહેલ ત્યજ્યો.

સાંભળ્યા એણે ભવિષ્યના ભણકાર,
ને ગિરિશિખરોમાં ગઈ.
(કાશીરાજને.)
તીર્થરાજ ! આપ તીર્થપતિ છો,