આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૭
જયા-જયન્ત
- જૂવો આ મ્હારા સૌન્દર્યના ફૂલછોડ,
- સુખશય્યાઓ સમી રતિરમણીઓ.
- આજનો મહિમા
- એ જ આપણો આદ્ય મન્ત્ર.
- લ્યો એક એક યૌવનરાણી,
- ને ઉજવો એમ આજનો મહિમા.
વામીઓ : જય ! વામમાર્ગનો જય !
જયા : દેવનાં તો દ્વાર હો ! બતાવો-બતાવો કોઇ;
- ભૂલ્યાંને તો બાર હો ! બતાવો-બતાવો કોઇ;
- બતાવો-બતાવો કોઇ.
- ભૂલ્યાંને તો બાર હો ! બતાવો-બતાવો કોઇ;
- હતી દિનની પ્રભા, સન્ધ્યા પડી ત્હેમાં;
- ઉડી સન્ધ્યા ય, આ મધરાતનાં વન હો !
- જગતની મેઘલી જામી ગગનભરમાં;
- ડૂબ્યા જ્યોતિ જીવનના, એ જગાવો કોઇ;
- જગાવો-જગાવો કોઇ;
- જગાવો-જગાવો કોઇ;
- ભૂલ્યાં ને તો બાર હો ! બતાવો-બતાવો કોઇ;
- દેવનાં તો દ્વાર હો ! બતાવો-બતાવો કોઇ.
- અન્ધારી છે અમાસ આજે.
- વગડામા ભૂલી પડી,