પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૪૯
 

રોહિણયની કથા. મેતારજની જેમ શૂદ્ર જાતિમાં જન્મેલ આ રોહિણેય અખૂટ શારીરિક તાકાત, તીવ્ર બુદ્ધિપ્રતિભા, અજેય સ્વસ્થતા અને અપૂર્વ પરાક્રમશીલતા ધરાવે છે. જ્ઞાતિ-જાતિનાં બંધનોમાંથી ભેટ મળેલી જન્મજાત શૂદ્રતા એને કઠે છે. પરાક્રમની બાબતમાં પોતે મગધના રાજવીથી સહેજ પણ ઊતરતો ન હોવા છતાં કે પોતાના શૂરવીર સાથીદારો સહેજ પણ ઊણા ન હોવા છતાં શા માટે રાજગૃહિમાં પોતાનું સ્થાન હીણું ? પોતે શૂદ્ર જાતિમાં જન્મ્યો એમાં પોતાનો શો વાંક ? માણસ શું જન્મથી ઊંચનીચ હોય છે ? એનો આક્રોશ પોતાના સૈનિકો સમક્ષ આવી રીતે વ્યક્ત થાય છે : ‘મગધના કયા સૈનિકોથી તમે ઓછા ધનુર્ધરો છો ? કયા વીરથી તમે ઓછા પરાક્રમી છો ? શા માટે તમે લૂંટારા અને તેઓ કીર્તિવાન સૈનિકો ? બંનેનું પોષણ એક જ સ્થળેથી થાય છે. તેઓ પણ કાયદાને જોરે પ્રજાને લૂંટે છે. આપણે પણ પ્રજા પાસેથી બાવડાના બળે મેળવીએ છીએ. પછી શા માટે હીન ? તમે નીચા ? બ્રાહ્મણો ને ક્ષત્રિયો કેમ મોટા ?’ (પૃ. ૧૪૯)

આ જ કારણે રાજગૃહીની લૂંટ દરમિયાન અખૂટ ધનસંપત્તિ મેળવ્યા છતાં પણ રાજગૃહીના સિંહાસન ઉપર બેસવા તેને નથી મળ્યું એનો રંજ એને રહી જાય છે. કારણ કે એની ઝંખના આટલી જ હતી, ‘મારે તો ભવોભવના હિણાએલાઓનું રાજ માંડવું હતું. કાલે મારો કોઈ સમોવડિયો એથી અદકું પરાક્રમ કરી બતાવત. જેનો પછડાયો લેવામાં પાપ લેખાય છે, એવો મારો જ કોઈ ભાઈ એના સિંહાસન પર બેસીને હકૂમત ચલાવત.’ (પૃ. ૧૪૯)

રોહિણેયના મનમાં શૂદ્રોનું કલ્યાણરાજ્ય બનાવવાની ભવ્ય કલ્પના હતી. પણ આ રાજ્ય એને મેળવવું હતું લૂંટમારથી, દાદાગીરીથી, જીવહિંસાથી, રાજગૃહિમાં એક વખત જ્ઞાતપુત્રના ઉપદેશના થોડાં વચનો અનિચ્છાએ એના કાનમાં પડવાને કારણે એનું જીવનનાવ નવી જ દિશા તરફ ગતિ કરે છે. પોતાના સર્વ અપરાધોની ક્ષમા માગી એ દીક્ષા ગ્રહણ કરે છે.

ભગવાન મહાવીરની યુવતીના કાળનાં સમય, વાતાવરણ અને કથાવસ્તુ નિરૂપતી આ નવલકથા ઐતિહાસિક પ્રસંગોએ લેખકચિત્તમાં