પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

કારાગૃહમાં જઈ પિતાને મુક્ત કરવા ઝંખ્યુ એ જ સમયે પુત્ર પોતાનો વધ કરવા આવ્યો માનીને પોતાના વધથી પુત્રને લાગનાર કલંકમાંથી બચાવવા અને સાચા અર્થમાં અહિંસા અને પ્રેમના અર્કને અન્ય સુધી પહોંચાડવા મહારાજ બિંબિસારે આત્મસમર્પણ કર્યું. પોતાની પાસે રહેલી વીંટીમાંથી હીરાને ચૂસીને મૃત્યુ નોંતરી લીધું. મરતી વખતે એના મનહૃદયમાં એક જ ઝંખના હતી ‘આજ હું દેહનું દાન આપીશ, પ્રેમનો મંત્ર આપીશ, નહિ ચઢવા દઉં કલંક નવા મગધપતિને માથે, મગધના મહામંત્રીને માથે કે મહાભિખ્ખુ દેવદત્તને માથે !’ (. ૧૨૬, ભા.૧)

પિતાને કારાગારમાંથી મુક્ત કરી ફરી સિંહાસનરૂઢ કરવા આવેલા અશોકને પિતૃમૃત્યુનું દુઃખ બેચેન બનાવે છે. વેદનાના સાગરમાં અટવાતા રાજવીને વેરના વમળોમાં ફંગોળવાનું કામ કરે છે રાણી પદ્મા. રાજા બિંબિસારે પોતાના બે પુત્ર હલ્લ-વિહલ્લને ભેટ આપેલા કીમતી હાથી સેચનક અને હાર રાણીએ પાછા માગતા રાજકુમારોએ એને આપવાનો ઇન્કાર કર્યો. આ ઘટનાને પોતાનું અપમાન લેખાવી એનો બદલો લેવા તે અશોકને ઉત્તેજે છે.

પોતાના મોસાળ વૈશાલીના રસ્તે વળેલા બંને રાજકુમારને પકડવા માણસો મોકલાય છે પણ રાજકુમારો પાછું વળવું ઉચિત ગણતા નથી. તેઓ વૈશાલી પહોંચે છે ત્યારે વૈશાલીમાં સંદેશો મોકલાય છે કે હલ્લ-વિહલ્લ મગધના ગુનેગારો હોવાથી એમને તાકીદે મગધને સોંપી દેવામાં આવે. વૈશાલીની ગણસભા સર્વાનુમતે નક્કી કરે છે કે હલ્લ-વિહલ્લનું આ મોસાળ છે એટલે અહીં વસવાને એમને હક્ક છે. એમને એમની ઇચ્છા વિરુદ્ધ પાછા સોંપાશે નહીં. બંને રાજકુમારોને વૈશાલી પોતાનું નાગરિકત્વ આપે છે.

પોતાના અપરાધીને વૈશાલીએ પાછા ન સોંપ્યા એ મુદ્દા ઉપર મગધ વૈશાલી સામે યુદ્ધે ચઢે છે ત્યારે આ યુદ્ધ પોતાને કારણે સર્જાયું હોવાનું જણાવી હલ્લ-વિહલ્લ એકલા હાથે લડે છે અને મગધને પીછેહઠ કરવાની ફરજ પાડે છે.

હલ્લ-વિહલ્લને વિજય અપાવવામાં ગજરાજ સેચનકનો ફાળો સૌથી