પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

લોકો છે જેમને આર્યોથી વેર હતું. કાલીય નાગ અહીં નાગરૂપે નહીં, માણસરૂપે રજૂ થાય છે. (પૃ. ૪૮) લેખક કહે છે, ‘કાલીયનાગ જાદુમંતરવાળો માણસ હતો. એ અનેક પ્રકારની કરામતો જાણતો હતો. મહાવૈજ્ઞાનિક અને ચતુર રાસાયણિક હતો. એ ધારે ત્યારે કાલિંદીના પાણીને વિષમય કરી મૂકતો. એ ધારે તો ગામડાં ઉજ્જડ કરી દેતો. એના ઇષ્ટદેવ નાગ હતા અને માટે એ અનેક નાગ પોતાની પાસે રાખતો. જે ગામને ઉજ્જડ કરવા હોય ત્યાં એ નાગોના સમૂહને છૂટો મૂકી દેતો.’ (પૃ. ૪૮, ભા. ૧). કાલિંદીના કાંઠે કૃષ્ણ એની સાથે કુસ્તીના દાવ ખેલ્યા અને પરાજિત કરી એને સદાનો પોતાનો સેવક બનાવ્યો.

નવલકથાની પાત્રસૃષ્ટિ વિશાળ અને વૈવિધ્યયુક્ત છે. અહીં સંસારને આતતાયીઓનું સંગ્રહસ્થાન બનાવે અને મિથ્યાભિમાની, ક્રૂર, ઘાતકી, સ્વાર્થાંધ સ્ત્રી-પુરુષો પણ છે અને અન્યને ખાતર ફના થઈ જનારા, પરકલ્યાણ અર્થે સર્વસ્વ હોમી દેનારા ભાવનાશાળીઓ પણ છે. જરા નામની ઇચ્છાશક્તિને વશ કરી સંસાર આખાને પોતાના આસુરી બળથી ત્રાહિમામ્ પોકારાવનાર જરાસંઘ તથા એવા જ ગુણોવાળી એની પુત્રી અને કંસની પત્ની જીવયશા અહીં છે, તો એની સામે પ્રતિપ્રચાર સંઘની અદની સેવિકા બની આર્ય આર્ય આર્ય - નાગને એક કરવાનું નેમ-દીધું સ્વપ્ન સાકાર કરવા મથતી વૈરાટ્યા પણ છે. નવલકથામાં થોડો સમય દેખાતી લેખકની કલ્પનામાંથી જન્મેલી આ યુવતી પ્રેમના પારસસ્પર્શથી જગતને સ્નેહસુવર્ણધામ બનાવવા ઝંખે છે. યુદ્ધ એને ગમતું નથી અને એટલે જ જરાસંઘ સામે યુદ્ધ નીકળેલા બલરામની પાસે એ એક વચન માગે છે, ‘કોઈવાર તમારી આ બહેનને યાદ કરી યુદ્ધધર્મ અળગો કરી પ્રેમધર્મ આચરજો.’ (પૃ. ૯૭, ભા. ૧) બલરામ એને સમજાવતા કહે છે કે, ‘સંસાર પર વધી ગયેલા આતતાયીઓને દૂર કરવા યુદ્ધ એ જ યુગધર્મ છે.’ (પૃ. ૯૮, ભા. ૧). ત્યારે યુગધર્મ તરીકે યુદ્ધનો સ્વીકાર તો કરે છે પણ પછી એને જે કહેવાનું છે તે આજે પણ યુદ્ધભૂખી જનતાએ સમજવા જેવું છે. એ કહે છે, ‘પેટમાં થયેલા ચરમને શુદ્ધિ કરવા કડવી ઝેરી દવા પીવી પડે છે પણ, હે બલરામ ! શું પછી પેટની શુદ્ધિ એવી સ્થાયી ન કરી શકાય કે ચરમ