પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૮૯
 

ઊઠાડીને ઉજ્જૈનીનો રાજા, સર્વસત્તાધિશ બની બેઠો હતો. - દ્વારા પોતાનો વધ કરવા મોકલાયેલી સુનયનાના મુખે સર્વ હકીકત કાલક જાણવા પામે છે. ત્યારે કાલકને આવા રાજકારણ તરફ નફરત પેદા થાય છે. એનો વૈરાગ્ય વધારે દૃઢ બને છે અને જે રાજસિંહાસનો માટે સમાજમાં ઘોર યુદ્ધો ચાલે છે એને એ થુવારની વાડ સમજીને ત્યજી દે છે. કાલકના પગલે સરસ્વતી પણ દીક્ષા ગ્રહી લે છે.

સમાજનો સાચો રાહ દાખવતાં આ બંને ભાઈ-બહેન સાધુ-સાધ્વી બનીને દેશની ભૂમિના જુદા જુદા ભાગોમાં ઘૂમી રહ્યાં હતાં, એ દરમિયાન ઉજ્જૈનીમાંથી સાધ્વી સરસ્વતીનું ગર્દભિલ્લ રાજા દર્પણ દ્વારા અપહરણ થાય છે. આ ઘટનાની જાણ કાલકને થાય છે ત્યારે ધર્મસત્તા પરની રાજસત્તાની આવી તરાપ તેનાથી સહી જતી નથી, સાધ્વીના અપહરણની ઘટના એને મારવા કરતાં પણ વિશેષ ભયાનક કાલકને લાગે છે, કારણ કે એમાં ધર્મનું જીવંત મોત એ જુએ છે. સંસારનું દેવત્વ શીલ, પ્રજ્ઞા અને સ્વાપર્ણ છે. એ દેવત્ત્વ દાનવોના હાથમાં કેદ પકડાયું હોય ત્યારે ધર્મના પ્રમુખ પુરુષ તરીકે દેવત્ત્વને જાળવવાની પહેલી ફરજ કાલક ઊજ્જૈનીના સભાગૃહ સમક્ષ પ્રકટ કરે છે. પણ એનો ઉચિત પડઘો સાંપડતો નથી. ઉજ્જૈનીની પ્રજામાં ધર્મસ્નેહ ઉપર સત્તાભયે પોતાનો વિશેષ કાબૂ જમાવ્યો હતો એટલે જ ઉજ્જૈનીનાં શૌર્ય, શાણપણ અને ધર્મ ત્રણેના હામીઓએ સાધ્વી સરસ્વતીના અપહરણ સામે ચુપકીદી સેવી. કાલકે અલબેલી ઉજ્જૈની નગરીનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો, બોલીબોલીને જીભના કૂચા કરી નાખ્યા પણ નગરીમાં અધર્મ સામે હુંકાર ન જાગ્યો તે ન જ જાગ્યો. ઉજ્જૈનીની ધર્મસભા તો માત્ર ચર્ચાઓ જ કરતી રહી, ત્યારે જે ધર્મ પોતાના નૈતિક-ધાર્મિક જીવનને સંરક્ષી શકતો નથી એવા મુડદાલ ધર્મની, તત્ત્વચર્ચાની ધૂળ કાઢતાં આર્ય કાલક કહે છે : “રે તમારી નિર્માલ્ય તત્ત્વચર્ચા ! કરવા-ધરવાનું કંઈ નહીં, અને માત્ર તત્ત્વની ઘંટીએ બેસીને વિચારોને ભરડ્યા કરવાનું !” (પૃ. ૨૭૨, ભા. ૧).

‘પ્રતિશોધનો પાવક’ (પૃ. ૩૭૯, ભા. ૧)માં આર્ય કાલકનો માનસિક સંઘર્ષ સૂક્ષ્મ રીતે નિરૂપાયો છે. જૈન મુનિ હોવાને નાતે શસ્ત્ર એમને ગ્રહવાનાં નહોતાં, જ્યારે આ સમયે શસ્ત્રગ્રહણ અનિવાર્ય બન્યું હતું. ધર્મક્ષેત્ર