પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૫૩
 

આત્મભાન જાગતાં સાચો સાધુ બની ગયો એની કથા છે. મનવા ભાણના હૃદયપરિવર્તનની ક્ષણને વાર્તાકારે સરસ રીતે ઉપસાવી છે.

સૌભાગ્યસુંદરીની પ્રેરણાથી બાપકમાઈ ત્યજીને આપકમાઈ માટે નીકળી પડતા રત્નચૂડને દેશપરદેશમાં થતા અનુભવોને નિરૂપતી ‘રત્નચૂડ’ વાર્તા આપકમાઈના મહિમાને વર્ણવે છે. સુવર્ણની પ્રાપ્તિ કરીને પ્રજાને સુખી બનાવવાનાં સ્વપ્નાં સેવનાર રાજા કુમારપાળને હેમચન્દ્રાચાર્યના ગુરુ દેવેન્દ્રસૂરિએ તાંબામાંથી સોનું બનાવવાનો સાચો કિમિયો સદાચાર છે. એ મંત્રનું આપેલું જ્ઞાન ‘સુવર્ણસિદ્ધિ’માં વર્ણવાયું છે.

સંગ્રહની ‘અબોલની આંતરડી’ વાર્તા ભૂખ્યાને અન્નદાન એ સૌથી મોટો ધર્મ છે એ ઉપદેશ આપે છે, જ્યારે ‘અઢાર નાતરાં’ સજ્ઝાય કથા છે જેમાં મોગના માર્યા, લોભના માર્યા એકબીજાને સ્વાર્થી પ્રેમ કરતાં ગણિકા કુબેરસેના અને એના પુત્ર-પુત્રી કુબેરદત્ત-કુબેરદત્તાના ચિત્તની વિશુદ્ધિ અને પરોપકારના પંથે વર્યાની કથા છે. અચ્છાબાબા નામ ધરીને ખોટા કામ કરનારા ધુતારા સાધુના જૂઠને પ્રજા સમક્ષ ખુલ્લું પાડી તેને ચાસો રસ્તો ચીંધનાર ભગવાન મહાવીરની ઉપદેશકથા ‘અચ્છાબાબા ને ખોટાબાબા’માં મળે છે.

‘વીરધર્મની વાતો’ના ચાર ભાગ જે વાતો આપે છે એમાંથી કેટલીક ભગવાન મહાવીરે વિદ્વાનોની સંસ્કૃત ભાષાને બદલે પ્રાકૃત લોકબોલીમાં ધર્મોપદેશ આપવાની પદ્ધતિએ લખાયેલી બોધકથાઓ છે. તેમાં એમણે લોકકલ્પનામાં રમતાં રૂપકો અને દૃષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે. જ્યારે કેટલીક સ્વયં ભગવાન મહાવીર કે એમના અનુયાયી સાધુઓનાં નિર્મળ વ્યક્તિત્વના પ્રતીકરૂપ ધર્મોપદેશની વિજયગાથાઓને રજૂ કરે છે. પ્રાચીન વસ્તુને અર્વાચીન ઢબે નિરૂપતી આ વાર્તાઓ વીર ધર્મના એટલે કે ભગવાન મહાવીરે પ્રવર્તાવેલા વ્યાપક માનવધર્મનાં વિવિધ પાસાંનું સુભગ દર્શન કરાવે છે.

આ વાર્તાઓ મોટે ભાગે ધાર્મિક કથાવસ્તુવાળી છે પણ અહીં વાર્તાકારે ધર્મને માત્ર આળપંપાળ કે પરંપરાગત વિધિવિધાન રૂપે રાખીને નિરૂપ્યો નથી. અહીં ધર્મનો એક વિશિષ્ટ અર્થ પ્રગટે છે. ધર્મ એટલે જીવનને-