પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપવા મજબૂર કરે છે. ભાભીના શીલ ખાતર મૃત્યુને માણનાર લક્ષ્મણ જતિ જેવે હરદૌલ, પુત્રવત્ ગણેલા દિયરને પતિઆજ્ઞાએ ઝેર આપવા મજબૂર બનતી ભાભીની મનોવેદના અને ઝુંઝારનું વહેમી માનસ વાર્તામાં સુંદર ઊપસ્યાં છે.

વાર્તાકાર અહીં નારીના કારુણ્યમય, મજબૂર રૂપ ઉપસાવ્યાં છે, તેમ કેટલીક વાર્તાઓ નારીના ગૌરવશીલ પ્રેરણારૂપને પણ પ્રત્યક્ષ કરે છે. ‘અલંકાર’માં તેજપાળની પત્ની અનુપમાનું આવું જ એક રૂપ ઊપસ્યું છે. ગુજરાતની ધરતીને, ખંભાતના બંદરને સાગરના ચાંચિયા સદિકના સકંજામાંથી છોડાવવાના બદલા રૂપે પ્રાપ્ત થયેલી લક્ષ્મીને પોતાના અંગત મોજશોખ અને વૈભવવિલાસ માટે વાપરવાને બદલે સંસારના અનોખા અલંકારરૂપ બનાવવાનો માર્ગ અનુપમાનું તેજસ્વી સ્ત્રીમાનસ સૂચવે છે, જેમાંથી સર્જાય છે અર્બુદાગિરી ઉપર સુણિગ વસહિ નામનું પ્રખ્યાત, કલાત્મક જૈન મંદિર.

‘અલંકાર’ ની નમણી અનુપમા તો બુદ્ધિમતી નારી છે. જ્યારે ‘પિયાસી’ની રુખીબહેન તો અભણ બાળવિધવા છે. છતાં જીવનને ઉદાત્ત બનાવવાનો જેવો માર્ગ અનુપમા સૂચવે છે એવો જ એક માર્ગ રુખીબહેન દ્વારા પણ સૂચવાય છે. માનવદેહ એ જીવતું જાગતું મંદિર છે. એમાં બેટેલાની આરાધના એ જ સાચી ધર્મભાવના છે એ વર્ણવતી આ વાર્તાની નાયિકા રુખીએ પ્યાસાની પ્યાસ બુઝાવવા પરબો માંડીને અંતર ઠાર્યાની ઘટના વર્ણવાઈ છે.

સ્વદેશના રક્ષણ ખાતર પોતાના પુત્રને હસતે મુખે રણસંગ્રામમાં મોકલતી, પોતાના દૂધના ઇમાનની રક્ષા કરતાં, ગૌરવ કરતાં પુત્રને નિહાળી સિંહણસની હરખાતી માતાનું એક નવલું રૂપ ‘દૂધનો ઇમાન’ વાર્તામાં વર્ણવાયું છે. જ્યારે મેઘાણીની સોરઠી બહારવટિયાઓની કથાની યાદ આપતી ‘ચૂંદડી અને મોડિયો’ વાર્તા સ્ત્રીના એક વધુ મજબૂર છતાં મગરૂબ રૂપને ઉપસાવે છે. અંગ્રેજ સત્તા સામે બહારવટે ચડેલો બહારવટિયો બાવાવાળો પરસ્ત્રીને માત સમાન માને છે. એક વખત બિન આણાતી એવી પિયરમાં રહેતી પત્ની પાસે જઈને સુખશૈયાની માગણી કરે છે પણ ત્યારે