પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘વેર અને પ્રીત’ :

વેર અને પ્રીતના આ સંસારમાં સબળનાં વેર અને પ્રીત ઉદ્ધારક છે. નિર્બળનાં વેર અને પ્રીત બંને નીચે પાડે છે. માનવતાને હણે છે રામ સાથે રાવણે દ્વેષ કર્યો તો રામમય બની ગયો, ને મુક્તિને વર્યો. વેર અને પ્રીત તો જાગૃતિનાં ચિહ્નો છે. જેને વેર હોતું નથી અને પ્રીત બંધાતી નથી. એવી વ્યક્તિ કાં તો નિર્વીર્ય હોય છે, કાં પરકોટિનો સંત ! સંસારરથનાં વેર અને પ્રીત એ તો પૈડાં છે જેના દ્વારા વ્હાલાની નિકટ જવાનું છે અને વહાલાની નજીક જઈને આ બંનેને ત્યજી દેવાના છે. વાર્તાકાર જયભિખ્ખુનો છેલ્લો વાર્તાસંગ્રહ ‘વેર અને પ્રીત’ લેખકની આ ભાવનાને જુદી જુદી વાર્તાઓમાં અભિવ્યક્ત કરે છે.

એકવીસ વાર્તાઓના આ સંગ્રહમાંની ‘બે અડધિયાં’ ‘લાજ અને લગામ’ ‘પ્રીતનું બજાર’ ‘કલમ અને કટારી’ વાર્તાઓ અગાઉના સંગ્રહોમાં આવી ગઈ છે. સંગ્રહની પહેલી જ વાર્તા ‘વેર અને પ્રીત’માં એક અનોખી પ્રીત અને એનું વેરમાં થયેલું પરિણમન નિરૂપાયું છે. પ્રીત જેટલી તીવ્ર છે, વેર પણ એવું જ તીક્ષ્મ છે. કાશીરાજની રાણી સોનલની દેવચકલી સાથેની પ્રીત, રાજકુંવરનું દેવચકલીનાં નાનકડાં બચ્ચાંને ભુંજીને ખાઈ જવું, દેવચકલીની પ્રીતિનું વેરમાં થતું પરિણમન, રાજકુમારની આંખ ફોડી નાંખવી વગેરે ઘટનાઓ નિરૂપતી આ વાર્તામાં અન્યોન્યના અપરાધમાંથી જાગેલું વેર પરસ્પર પ્રીતને ભસ્મીભૂત કરીને સુખી સંસારને કેવો નષ્ટભ્રષ્ટ કરી નાંખે છે તે સરસ રીતે નિરૂપાયું છે.

‘જે વિદ્યા મુક્તિ માટે નથી, જે શિક્ષા ત્યાગ ને પરમાર્થ માટે નથી, જે ભણતરથી માનવતા ઉજજવળ થતી નથી, એ વિદ્યા વિદ્યા નથી.’(પૃ. ૧૩). ગુરુદીધા આ ઉપદેશને જીવનમાં સાર્થ કરવા મથતા ગુણચંદ્રની પોતાના મિત્ર શુભચંદ્રના શુભ માટે પોતાનું સર્વસ્વ ત્યાગી ત્યાગીમાંથી પ્રાપ્ત થતાં એક અવર્ણનીય આનંદની પ્રાપ્તિની કથા એ ‘જિંદગી’ વાર્તાનો વિષય છે. વાર્તામાં ગુણચંદ્રનું પાત્ર તો ઉદાત્ત છે જ પણ એની એ ઉદાત્તતાને નિરૂપવા વાર્તાકારે શુભચંદ્રના વાર્તાનો વિષય છે. વાર્તામાં ગુણચંદ્રનું પાત્ર તો ઉદાત્ત છે જ પણ એની એ ઉદાત્તતાને નિરૂપવા વાર્તાકારે શુભચંદ્રના પાત્રને હીણું ચીતર્યું નથી. પરસ્પર સુખી કરવા મથતા બંને મિત્રોની એકબીજા તરફની શુભ ભાવના