પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શ્રેણીનાં પાંચે પુસ્તકોમાં થઈને કુલ વીસ વાર્તાઓ મળે છે. ‘માથા સાટે માથું’ ‘શિવાજી ને હીરજી’ ‘આંગણે હાથી’ ‘રંગ ગૂજરાતણ’ ‘અક્ષયને અશોકચક્ર મળ્યો’ ‘આઝાદીની જાન’ ‘નામનું શું કામ’ ‘દેહનો દીવો કર્યો’ ‘મારે બાળક બનવું છે’ ‘આ યુગનો ભીમસેન’ ‘એકલસૂરો જગદીશ’ ‘પહેલો સિપાઈ પછી શાહ’ ‘મિયાં મહાદેવનાં જોડાં’ વગેરેમાં આમ તો બાલભોગ્ય શૈલીમાં લખાયેલાં ઉમદા માનવીઓના જીવનના કોઈ પ્રસંગો જ છે પણ એમાં ‘આ યુગનો ભીમસેન’માંનું તિલક મહારાજનું કે ‘એકલશ્રી જગદીશ’માંનું વનસ્પતિમાં પણ જીવ છે એવું પુરવાર કરનાર જગદીશચંદ્ર બોઝનું અને ‘પહેલાં સિપાઇ પછી શાહ’માં હિંદની પ્રજા અને અનેક સુધારા કરનાર મુગલ શહેનશાહ શેરશાહનું ચિત્રણ હૃદ્ય અને અસરકારક બન્યું છે. બાળકોનાં વલણો અને વૃત્તિઓને અનુકૂળ થાય એવી રચનાશૈલી અને ભાષાશૈલીમાં લખાયેલાં દીપક શ્રેણીનાં આ પુસ્તકો સારાં એવા લોકપ્રિય અને બાલભોગ્ય બન્યાં છે. એમાં ય ‘દિલના દીવા’ને તો ભારત સરકારનાં ત્રણ ઇનામો મળ્યાં છે. પહેલાં બાળસાહિત્યમાં એને ઇનામ મળ્યું, એ પછી પ્રૌઢસાહિત્યમાં પારિતોષિક પ્રાપ્ત થયું અને ત્યારબાદ એના અંગ્રેજી ભાષાંતરને પણ પારિતોષિક મળે એ ઘટના નોંધપાત્ર તો છે જ.

જયભિખ્ખુએ માણસે માણસે ફેર એ શ્રેણીના નેજા નીચે કેટલીક બાલોપયોગી કૃતિઓ પ્રગટ કરી. આ શ્રેણીનું પ્રથમ પુસ્તક છે ‘શૂરાને પહેલી સલામ’ જેમાં શૌર્ય, ટેક, દેશાભિમાનનો બોધ આપતી પાંચ પ્રેરક વાર્તાઓ જયભિખ્ખુ આપે છે. આ વાર્તાઓમાં ‘શૂરાકુ પહેલી સલામ’ ‘સાચા રાજા સૂરજમલજી’ અને ‘ટાઢ ટાઢ કરીએ નહીં’ એ ત્રણ વાર્તાઓ સર્જકની છટાદાર લેખનશૈલી અને પ્રેરકબોધની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ શ્રેણીનું બીજું પુસ્તક છે ‘ફૂલપરી’. ‘ફૂલપરી’માં ‘દલો દેશનો દીવાન’ ‘ફૂલપરી’ ‘સાચો શત્રુંજય’ અને ‘ચાચાજીની તલવાર’ એમ ચાર વાર્તાઓ મળે છે જેમાંની ‘દલો દેશનો દીવાન’ વાર્તાતત્વ તથા રજૂઆતની દૃષ્ટિએ આકર્ષક છે. ‘ફૂલપરી’માં કલ્પનાનું નિરૂપણ રોચકરૂપે થયું છે. બાકીની બેમાંથી સાચો શત્રુંજય'માં પ્રસંગનું તત્ત્વ શિથિલ છે તો ‘ચાચાજીની તલવાર’માં સચોટ નિરૂપણનો અભાવ છે. આ શ્રેણીના ત્રીજા પુસ્તકમાં ‘ગરુડજીના કાકા’ અને ‘શ્રમનો મહિમા’ વાર્તાઓ મળે છે. એમાં ‘ગરુડજીના કાકા’માં