પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપસંહાર - પ્રભાવ અને પ્રતિભાવ
૫૦૭
 


દેરીઓ, મેળા કે લોકકથાઓએ પણ જયભિખ્ખુને સર્જનનું નિમિત્ત પૂરું પાડ્યું છે. વાર્તાકારની ખૂબી એ વસ્તુમાં રહેલા સમર્પણ તત્ત્વને પૂરું પાડ્યું છે. વાર્તાકારની ખૂબી એ વસ્તુમાં રહેલા સમર્પણ તત્ત્વને ઉપસાવવામાં રહેલી છે. આ વાર્તાઓ એમાંના ઉમદા નીતિતત્ત્વ અને માનવતાની સુગંધને કારણે સમાજના સર્વ વર્ગને પ્રેરણારૂપ બને છે.

વાર્તાકાર જયભિખ્ખુ ઇતિહાસ, પુરાણ કે સમાજમાંથી વસ્તુ પસંદ કરીને પોતાની રીતે રસવાહી ઓપ આપે છે. વસ્તુની કલાત્મક માવજત અને એને કારણે પ્રગટતી રસળતી ભાષા, રોચક શૈલી અને સર્જકકલ્પનાશક્તિ તેમના ભાવકને વાર્તામાં તલ્લીન અને તરબોળ બનાવી દે છે. વાર્તાકાર જયભિખ્ખુની એ ખાસિયત છે કે પોતાને પ્રિય એવી કોઈ ભાવનામળી ગઈ, પછી વસ્તુની પસંદગીમાં એમણે કોઈ પ્રકારનો છોછ રાખ્યો નથી. એમની વાર્તાઓમાં સંવેદનની સચ્ચાઈ અને કથનની રસાત્મકતા છે. અલબત્ત, એમાં આધુનિક નવલિકાનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ યા માનવસ્વભાવનું સૂક્ષ્મ વિશ્લેષણ નથી, જયભિખ્ખુનો એ આદર્શ પણ નથી. એમને તો માનવસ્વભાવની ખાનદાની અને જિંદાદિલીનો જ પરિચય આપવો છે. પ્રેમ અને શૌર્યના રક્ત-કસુંબી રંગનો માટે જ જયભિખ્ખુને વિશેષ અનુરાગ છે.

જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાંની પાત્રસૃષ્ટિ ‘માનવ’ શબ્દના અર્થને, વિવિધ પ્રકારનાં પાત્રોનાં ચિત્રણથી સાર્થક બનાવે છે. સામાન્ય કોટિના જીવો પણ જીવનની કોઈ ધન્ય ક્ષણે ઉદાત્ત જીવન જીવી જાય છે, જીવન જીતી જાય છે એ બતાવતી આ પાત્રસૃષ્ટિ ત્યાગ, શહાદત અને સ્વાપર્ણનો મહામંત્ર ગુંજી રહે છે. જયભિખ્ખુનાં કેટલાંક પાત્રો તો એવાં છે કે જે અંધારી રાતમાં આવે છે ને અંધારી રાત પૂરી થાય તે પહેલાં વિદાય લે છે, ફક્ત કોઈ મહત્ત્વના વૃક્ષના પર્ણ પર સત્કાર્યના બે જલબિંદુ મૂકીને. જયભિખ્ખુની કલમ એ જલબિંદુને ઝીલતા ચાતકનો તલસાટ વ્યક્ત કરે છે અને એમાંથી જીવનસિંધુનો રમ્ય ઘૂઘવાટ સંભળાવે છે.

જયભિખ્ખુની આ વાર્તાઓનો હેતુ સંસારને સ્વસ્થ બનાવે એવો ઉપદેશ કલાત્મક ઢબે આપવાનો છે. તેઓ કહે છે, ‘જે કલાથી જીવન જીવવાના દૃષ્ટિકોણમાં કંઈ કલાપૂર્ણ પરિવર્તન ન થાય, એ કલા મારે મન સુંદર