પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

ધબકતું હતું. આ નારીત્વ આદર્શ વધૂપદની ઝંખના કરતું. ધર્મ, અર્થ અને કામના ઝૂઝવા ધર્મો એના અંતરમાં હિલોળા લેતા. એની પાસે અપાર સંપત્તિ હતી, અજબ પ્રતાપી અને સૌને આકર્ષે એવું સૌંદર્ય હતું. એના જીવનમાં એક જ ઝંખના હતી અને તે આ બધાને સાચા અર્થમાં દીપાવી શકે એવા કલાભાર્યા, પૌરુષ-ભર્યા, હૃદયની. એ જે બધું શોધતી હતી તે એકસાથે સ્થૂલિભદ્રમાં એને લાધ્યું હતું. સ્થૂલિભદ્ર પોતાને વરે તો ‘જગતમાં બીજો પુરુષ વરવો નહિ’ એવો એનો દૃઢ નિરધાર હતો અને એટલે જ નવલકથાના છેક આરંભથી પોતાની એક એક રૂપછટાથી સ્થૂલિભદ્રને પ્રેમપાશમાં દૃઢ બંધ રાખવાની તેની મથામણો લેખકે કુશળ રીતે ઉપસાવી છે.

કથાના આરંભે સ્થૂલિભદ્ર સુકાન અને સઢ વગરની નૌકાની જેમ આમતેમ ખએંચાતો રહે છે. સંયમ અને શીલની મૂર્તિસમા મહાઅમાત્ય શકટાલની ઝંખના પુત્રને મંત્રીપદ સોંપી મગધની સર્વાંગી સેવા કરવી પોતાના પરંપરાગત મંત્રીકુલના વારસાને દીપાવવાની છે અને તેથી જ તે તેને કર્તવ્યધર્મનો બોધ સતત પાયા કરે છે.

નવલકથાના આરંભે ભજવાતા નાટકની કલાપ્રવિધિમાં લેખકે પણ શકટાલના સાતમી પેઢીના પૂર્વજ કલ્પકની સ્વદેશપ્રેમની ભાવનાને કલ્પકના પાત્રમાં મૂર્ત કરી છે. પિતાની ઝંખના પણ પુત્ર કલ્પક જેવો સ્વદેશભક્ત થાય, પાટલીપુત્રનું રાજ્યગૌરવ વધારે એ જ છે પણ કોશાનું રૂપસૌંદર્ય અવારનવાર ભડકો બનીને એને પજવે છે. જે સૌંદર્ય સામે સ્વસ્થતા જાળવવાનું કામ ભલભલા યોગી માટે દુર્લભ હતું, એ સૌંદર્ય પોતાનું સર્વાર્પણ લઈને એની આજુબાજુ વીંટાતું જાય ત્યારે એનાથી બચવાનું સ્થૂલિભદ્રનું શું ગજું ? અને એથી જ તે ‘સુકાન અને સઢ વગરની નૌકાની જેમ’ બંને બાજુએ ખેંચાય છે.

તક્ષશિલાના વિજય બાદ કોશાનો બોલાવ્યો સ્થૂલિભદ્ર જ્યારે એના ભવન ઉપર પહોંચે છે ત્યારે કોશાનું રૂપસૌંદર્ય, એની અંગભંગિ, એનો હૃદયરાગ તેનામાં સામટું આકર્ષણ પેદા કરે છે. દેવોની અપ્સરાઓને પણ દુર્લભ એવું કોશાનું સૌંદર્ય છે. એ કોશા જ્યારે સ્થૂલિભદ્રના આદરસત્કારમાં