પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

'અબ હમ અમર ભયે ન મરેંગે'નું ગીત ગાવા લાગ્યું. મારા જીવનસંચારવાળો તબક્કો મારે સારાં કામોમાં પરિપૂર્ણ કરવો જોઈએ.' શંખેશ્વરમાં સંકલ્પ કર્યો હતો તીર્થ વિશે પુસ્તક લખવાનો અને પૂરા વેગથી એ કાર્ય પ્રારંભ્યું પણ હતું. એ દરમિયાન સ્વાથ્ય કથળ્યું અને ૨૪ ડિસેમ્બર ૧૯૬૯ના દિવસે જયભિખ્ખુની જીવનયાત્રા થંભી ગઈ. આ જીવનધર્મી, મૂલ્યનિષ્ઠ સાહિત્યકારે ૨૫ નવેમ્બર ૧૯૬૯ અર્થાત્ મૃત્યુ અગાઉ એક મહિના પૂર્વે રોજનીશીમાં લખ્યું હતું : 'મરણ બાદ કોઈએ એ અંગેનો વ્યવહાર ન કરવો. બને તો પ્રભુભજન અવારનવાર રાખવાં. નિરાધાર, અશક્ત, ગરીબને ભોજન આપવું. પારેવાંને દાણા નાખવા, ગાયને ચાર નાખવી. બને ત્યારે તીર્થયાત્રા કરવી. સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.' આ હતી એક જૈનની મનોભાવના. એક ભાવનાશાળી સર્જકની આંતરઇચ્છા. એમાં મૃત્યુનો સ્વીકાર પણ નિહિત છે.

જેમ સાહિત્યકારો, ચિત્રકારો, કલાકારો સાથે જયભિખ્ખુને નાતો હતો

જયભિખ્ખુની સ્મૃતિમાં જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા યોજાયેલ જયભિખ્ખુ એવાંર્ડ અર્પણ સમારોહમાં સર્વશ્રી કે. લાલ, શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, સ્વામી સચ્ચિદાનંદજી, અરવિંદભાઈ મફતલાલ, ધીરુભાઈ ઠાકર અને કુમારપાળ દેસાઈ

જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૩૨