પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૩]

છે. એના રક્ષણ અને કલ્યાણનો મોટો બોજો આપ સહુ ઉઠાવી રહ્યા છો. એનો સુધારો બગાડો પણ આપ ત્રણ જણા ઉપર ટકી રહ્યો છે. છતાં આપ ત્રણે જણા શરીરની રક્ષા પ્રત્યે બહુ જ ઓછું ધ્યાન આપો છો એ કેટલું શેાચનીય !

હું માગું છું કે મારા કહ્યા મુજબ આપ આપની દિનચર્યા સુધારી લ્યો, કે જેથી માત્ર મારવાડના જ નહિ, પણ આખા આર્યાવર્તના કલ્યાણમાં આપની કીર્તિ બોલાય. પછી તો જેવી, આપની મરજી !

લી.


દયાનંદ સરસ્વતી

આશ્વિન વદી ત્રીજ : ૧૯૪૦

એક બાજુ આ પત્ર લખાઈ રહ્યો છે. બીજી બાજુ સાપણી પોતાની દાઢમાં ઝેર ભરી રહી છે. નન્નીજાનના મનસૂબામાં સ્વામીજીનો કાળ રમવા લાગ્યો છે. એ સમજતી હતી કે સ્વામીજીએ ભલભલેરાઓને પણ વેશ્યાના સંગ તજાવ્યા છે. મહર્ષિજીને એણે પોતાનો જમદૂત જાણ્યો, એના હૃદય-અંધકારમાં કાવતરૂં શરૂ થઈ ચૂક્યું.

જોધપુર આવ્યાને પાંચમો જ મહિનો જાય છે. ત્યાં સ્વામીજીનો વફાદાર સેવક કલ્લૂ પાંચસો છસો રૂપિયાનું દ્રવ્ય ચોરીને અલોપ થાય છે. જોધપૂરમાં જાણ થઈ. મહારાજા જશવતસિંહજીની આજ્ઞા છૂટી કે ચોરને પાતાળમાંથી પણ પકડી આણો. પરંતુ એ ન પકડાયો. ડંખ દઈને કાળો વીંછી સરકી જાય તેમ એ સરકી ગયો. એને મારવાડના પહાડોની કે માર્ગોની લગારે પિછાન નહતી. છતાં એ શી રીતે–ક્યાં છુપાયો ! સ્વામીજીને સંદેહ ગયો. કાવતરાનો પહેલો દાવ પોબાર ! બીજો દાવ રમાય છે.

સંવત ૧૯૪૦ના આસો વદી ચૌદશની રાત્રિએ સ્વામીજીએ પોતાના રસોયા પાસેથી દૂધ લઈને પીધું. પોઢી ગયા.