પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૨]

મૂળશંકર, માત્ર એક લંગોટીભર અને ભૂખ્યો-તરસ્યો, એકલો આગળ ચાલ્યો.

આખરે એને એક સન્યાસી મળ્યા એ સન્યાસીનું નામ લાલા ભગતરામ. એમની પાસે મૂળશંકરે તેની આખીયે આત્મકથા કહી આપી, અને તેના મનોરથ રજૂ કરી દીધા. ભગતરામ સન્યાસીએ ભાવથી મૂળશંકરને ભગવું વસ્ત્ર પહેરાવ્યું, નૈષ્ઠિક બ્રહ્મચારીની દીક્ષા દીધી, અને શુદ્ધ ચૈતન્ય નામ આપ્યું પછી થોડો વખત મૂળશંકર શુદ્ધ ચૈતન્ય પરિવ્રાજકના નામ નીચે સન્યાસી ભગતગમની માથે ગૂજરાતના ગામડામાં ફર્યો પણ મૂળશંકરને ભગતરામ પાસેથી વિદ્યાપ્રાપ્તિ ન થઈ. છતાયે કોઈ વિશેષ યોગ્ય ગુરૂનો યોગ ન થયો ત્યાં સુધી તે શુદ્ધ ચૈતન્ય ભગતરામ સન્યાસીનું જ શિષ્યપદ કાયમ રાખ્યું.

થોડા વખત પછી શુદ્ધ ચૈતન્યે સાંભળ્યું કે સિદ્ધપુરમાં સરસ્વતીને તીરે મોટો ધર્મ મેળો ભરાય છે એટલે ચૈતન્યે એ મેળામાં પહોંચવાની તૈયારી માંડી. ભગતરામની રજા મેળવી તેણે સિદ્ધપુરને માર્ગે ચાલવા માંડ્યુ. માર્ગમા તેને તેના પિતાની ઓળખનો એક સાધુ મળ્યો. એ સાધુએ ભગવી કન્થામાં ઢંકાએલા મૂળશંકરને એાળખી કાઢ્યો અને પિતાના ઘરના સુખ-સમૃદ્ધિ ત્યાગી આટલી બાળવયમાં આવું આકરૂં જીવન આદરવા માટે તેને સખ્ત ઠપકો દીધો. પોતાના નિરધારમાં દિવસે દિવસે એાર દૃઢ થતા જતા ચૈતન્યને એની કશી અસર ન થઈ. પોયણા ઉપરથી પાણીના બિન્દુ નીચા સરી પડે તેમ તેના આત્મ-કમળને, આવા દુન્યવી વચનો સ્પર્શી જરાયે અસર કર્યા વિના નીચા સરી પડતા ચૈતન્યે, એ સાધુથી જૂદા પડી ઝડપભેર સિદ્ધપુર જવા માડ્યું, અને પેલા સાધુએ મૂળશંકરની શોધના સમાચાર કરસનજી ત્રવાડીને પહોંચાડવા ટંકારાનો માર્ગ લીધો.