પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૨૫ ]

જ નહોતો. અને દયાનંદે નવયુગના સૃષ્ટાને બરાબર ઉચિત નિર્દયતાપૂર્વક હિન્દુઓના સ્થિતિચૂસ્ત આચારવિચાર સામે અડગ દૃઢતાથી બળવાનો ઝંડો ફરકાવ્યો. એ યુગસૃષ્ટાની ચપળ દૃષ્ટિએ નીરખી લીધું કે રોગગ્રસ્ત હિન્દુસમાજને ફરીવાર સ્વસ્થ અને નિરોગી બનાવવા આકરી શસ્ત્રક્રિયાની જરૂર છે; હિન્દુસમાજના અણુએ અણુમાં પ્રસરી ગયેલા કુરૂઢિઓ અને કુરિવાજોના વિષને વાળવાનું કોઇ ઔષધ શોધવાની જરૂર છે. એટલે દયાનંદજીએ પ્રથમ એ કુરૂઢિઓ સામે મારો ચલાવ્યો. મહર્ષિજીનો પ્રથમ હથોડો પડ્યો મૂર્તિપૂજા ઉપર અને મૂર્તિ પૂજાને નામે દેશભરમાં પ્રવર્તી રહેલ અનેક પાખંડો ઉપર. મહર્ષિએ મૂર્તિપૂજાનો ઉગ્રમાં ઉગ્ર વિરોધ આદર્યો.

એ અર્થે દયાનંદજીએ મથુરા છોડી ગામેગામ ભટકવાનો નિશ્ચય કર્યો અને મંગળાચરણ કરનારું પહેલું ભાષણ આગ્રામાં આપ્યું. જ્યાં જ્યાં મહર્ષિજી ભાષણ આપતા ત્યાં ત્યાં એમની વક્તૃતા, દલીલોની સચોટતા, શાસ્ત્રજ્ઞાનની નિપુણતા અને દુરાચાર સામેના આક્રમણની ઉગ્રતા જોઇ, જબરો ખળભળાટ થઈ જતો. પ્રથમ આગ્રાના દુર્ગને ખળભળાવી, મહર્ષિજી ૧૮૬૫માં ગ્વાલીયર ગયા. ગ્વાલીયરમાં સ્થિતિચૂસ્તતાના કિલ્લામાં સારી રીતે ગાબડાં પાડી, તે ૧૮૬૬માં અજમેર ગયા. અજમેરમાંયે મહર્ષિજીએ મૂર્તિપૂજા સામે સખત વિરોધનાં ભાષણો કર્યાં : વેદના અર્થ માટે વિવાદસભાઓ બોલાવી; અને તે વખતના અંગ્રેજ કમીશ્નરને હિન્દુસમાજના સડાઓ સામે કાયદા મૂકવા વિનંતી ગુજારી. અજમેરમાં વિજયના ડંકા ગજાવી મહર્ષિજી હરદ્વારના મેળામાં હાજરી આપવા ઉપડ્યા.

કાળજૂના જોગીરાજ સમા ભવ્ય હિમાલયને ચરણે ગંગાજીને તીરે ઉભેલા હિન્દુઓના તીર્થધામ હરિદ્વારમાં દર બારમે વર્ષ મોટો કુંભમેળો થાય છે. ત્યારે લાખોની સંખ્યામાં