પૃષ્ઠ:Kalamani-Pinchhithi.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૩૨ ]

કલમની પીંછીથી




નથુ વચ્ચે વચ્ચે બોલતો જાય. આના કરતાં તો નવું રૂ નાખો તો સોંઘુ પડે. ઓંણ રૂ ના ભાવ સાવ સોંઘા છે. આ તો સોના કરતાં ઘડામણ મોંઘુ થશે. રૂ જેટલું તો મારું પીંજામણ થશે.

બા કહેશે: 'હવે એાંણ તો થયું તે થયું. તમ તમારે વરસે વરસ કરો છો એમ કરોને !'

નથુકાકા જુના રૂનો મોટો બધો ઢગલો કરે. પછી કાથીના ખાટલા ઉપર નાખે અને પછી એને વાંસની લાંબી સેટીઓ વડે સબોડે. રૂને એવું ગસિવાડે એવું સબોડે કે રૂમાંથી બધી કીટી ખરી જાય અને રૂ હલકું હલકું થાય.

કાકા અમને કહેશે: “ તમે એારડીમાંથી વયા જાઓ, નકર કીટી ગળામાં જાશે અને ગળું રહી જશે.” પોતે તો નાક અને મોઢા આગળ બોકીનું બાંધે અને પછી રૂ ને ધમધમાવે.

પછી નથુકાકા પીંજણ લે. ઢ્રેં ઢ્રફ, ઢ્રેં, ઢ્રફ, ટ્રેં ટ્રફ, ટ્રેં ટ્રફ થવા માંડે. નથુકાકા એક હાથે પીંજણ પકડે, બીજે હાથે ધોકો હલાવે ને તાંત ઉપર રૂ ચઢાવે.